________________
શાંતસુધારસ
યોગીઓ અશુચિમય કાયાના સમૂહને છોડવા માટે કાયા પ્રત્યેના રાગભાવરૂપ સંગના પરિણામનો ત્યાગ કરીને, ફરી કાયાનો સંગ ન થાય તેવા આત્માના અસંગ ભાવ માટે ઉદ્યમશીલ થાય છે જે અશુચિભાવનાનું પારમાર્થિક તાત્પર્ય છે. શા શ્લોક :
स्नायं स्नायं, पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिः, वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते,
नो शुध्यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ।।२।। શ્લોકાર્ચ -
સ્નાન કરી કરીને, ફરી ફરી પણ, શુદ્ધ પાણી વડે સ્નાન કરે છે, ખેદની વાત છે કે, મળવાળા શરીરને વારંવાર ચંદનથી અર્ચન કરે છે અને મૂઢાત્માઓ અમે અપમળવાળા-ગંદકી રહિત, એ પ્રમાણે પ્રીતિનો આશ્રય કરે છે, પરંતુ તેઓ શુદ્ધ થતા નથી. કેમ શુદ્ધ થતા નથી ? તેથી કહે છે –
આ રીતે વારંવાર સ્નાન કરીને, ચંદનનો લેપ કરવામાં આવે છે એ રીતે, અવકર કચરાના સમૂહવાળો દેહ, શુદ્ધ કરવા માટે શકય નથી. liા ભાવાર્થ -
દેહના મમત્વને કારણે કલ્યાણના અર્થી જીવોને પણ વારંવાર દેહને સ્વચ્છ રાખવાનો અભિલાષ થાય છે, ચંદનથી અર્ચન કરવાનું મન થાય છે, તેટલું જ નહીં પણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં પણ મૂઢ એવા તેઓ વિચારે છે કે સ્નાન કરીને અને ચંદનના લેપને કરીને અમે સ્વચ્છ શરીરવાળા થયા છીએ. તેમ માનીને સ્નાનાદિ કર્યા પછી પ્રીતિનો આશ્રય કરે છે. આ સર્વ પ્રવૃત્તિ દેહના અશુચિમય સ્વરૂપથી અભાવિત આત્મા જ કરે છે. ક્વચિત્ સંસારથી ભય પામેલા અને યોગમાં પ્રયત્ન કરતા જીવોને પણ દેહ પ્રત્યે તે પ્રકારનું મમત્વ હોવાથી સ્નાનાદિ કરવાનો અભિલાષ અને ચંદનાદિથી વિલેપન કરવાનો અભિલાષ થાય છે અને તે પ્રમાણે કરીને અમે સ્વચ્છ દેહવાળા થયા છીએ એ પ્રકારે પ્રીતિને ધારણ કરે છે. આ મમત્વને દૂર કરવા અર્થે જ મહાત્માઓ ભાવન કરે છે કે આ રીતે શુચિ કરાયેલો દેહ ક્યારે પણ શુદ્ધ થતો નથી; કેમ કે અંદરમાં અશુચિથી ભરાયેલો કેવી રીતે શુચિ થઈ શકે અર્થાત્ થઈ શકે નહીં! માટે મહાત્માઓ વિચારે છે કે “દેહ પ્રત્યેના મમત્વને વશ થઈને તેને શુચિ કરવાના યત્નને છોડીને ફરી દેહનો સંગ જ ન થાય તેવા અસંગભાવ માટે જ મારે ઉદ્યમ કરવો જોઈએ. તેથી દેહના લાલનપાલનનો ત્યાગ કરીને ધર્મના ઉપકરણ સ્વરૂપ દેહ ધર્મમાં ઉપયોગી થાય તે રીતે જ મારે તેનું રક્ષણ કરવું જોઈએ, પાલન કરવું જોઈએ પરંતુ આરંભ-સમારંભ કરીને મોહધારાની વૃદ્ધિ કરવી જોઈએ નહીં.” III