________________
ઉ૮
શાંતસુધારસ અમૃતનો રસ તેવા દોષવાળો નથી. વળી, કેટલાંક ઔષધો ક્વચિત્ રોગને શમન કરતાં હોય તોપણ કોઈકની પ્રકૃતિને, કોઈક રીતે, કોઈક અંશથી વાતાદિના ઉપદ્રવને કરનારાં બનતાં હોય છે તેથી રોગના નાશનું કારણ હોવા છતાં કંઈક અંશથી અપાયને પણ કરનારાં હોય છે. જ્યારે શાંતરસ તો જીવની મૂળભૂત પ્રકૃતિરૂપ હોવાથી રતિ-અરતિરૂપ વિકારોનું શમન કરે છે તે વખતે કોઈ લેશ પણ અનર્થને કરતું નથી માટે અનપાય છે. એવા અનપાયરૂપ શાંત અમૃતના રસનું તું પાન કર એમ કહીને મહાત્માઓ નિર્વિકારી અવસ્થાના પ્રાપ્તિના ઉપાયભૂત શાંતરસના પ્રવાહને ઉત્પન્ન કરનાર ભગવાનના વચનરૂપ સદ્ગાસ્ત્રોથી આત્માને વાસિત કરવા ઉદ્યમ કરે છે. દા.
II પાંચમો પ્રકાશ પૂર્ણ |