________________
૫. અશ્વત્વભાવના-ગીત / શ્લોક-૮ શ્લોક -
भज जिनपतिमसहायसहाय, शिवगतिसुगमोपायम् । पिब गदशमनं परिहतवमनं, शान्तसुघारसमनपायम् ।।विनय० ८।। શ્લોકાર્થ :
શિવગતિના સુગમ ઉપાયરૂપ, અસહાય એવા આત્માને સહાયરૂપ જિનપતિને તું ભજ, વળી ગદના શમનરૂપ રોગના ઔષધરૂપ, પરિહત એવા વમન સ્વરૂપ અને અનપાય એવા શાંતસુધારસનું તું પાન કર. llcil ભાવાર્થ :
અત્યારસુધી ગ્રંથકારશ્રીએ બાહ્ય સર્વ પદાર્થોથી પોતાનો આત્મા અન્ય છે તેમ બતાવ્યું અને અન્ય અન્ય સંયોગથી આત્માને શું શું કરર્થના થાય છે એ બતાવ્યું. તેથી તે કદર્થનાવાળી સંસાર અવસ્થામાં આત્માને શું કરવું ઉચિત છે ? તે બતાવવા કહે છે –
સંસારવર્તી જીવો આત્માથી ભિન્ન કર્મના સંયોગવાળા છે અને કર્મને પરતંત્ર જે તે ગતિમાં જાય છે અને અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરે છે. આ વિડંબનામાં જીવને કોઈ સહાયક નથી. તેથી તદ્દન અસહાયરૂપે જીવ તે તે ગતિમાં જન્મે છે અને મરે છે તે અવસ્થામાં કર્મોની વિડંબનાથી આત્માનું રક્ષણ કરવા માટે જિનપતિ જ સહાય છે; કેમ કે ભગવાનની ભક્તિ કરવાથી અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી કર્મ પણ જીવને બહુ કદર્થના કરી શકતું નથી પરંતુ જીવને અનેક પ્રકારની અનુકૂળતાનું જ આપાદાન કરે છે. તેથી સંસારીજીવોને ભગવાન જ સહાય છે. વળી, કર્મના સકંજામાંથી છૂટીને મોક્ષરૂપ શિવગતિની પ્રાપ્તિનો સુગમ ઉપાય ભગવાન જ છે; કેમ કે ભગવાનની ભક્તિમાં તન્મય થયેલા જીવો ભગવાન તુલ્ય વીતરાગ, સર્વજ્ઞ બને છે અને અંતે સર્વકર્મનો નાશ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે માટે સંસારમાં પરિભ્રમણ કરતા એવા તારા માટે જિનપતિ એવા ભગવાનની ઉપાસના કરવી જ ઉચિત છે. આવું કહીને મહાત્માઓ સંસારના ભાવોથી પર થવા માટે અને ભગવાનના ગુણમાં તન્મય થવા માટે ઉદ્યમ કરે છે.
વળી, અન્યત્વભાવનાના સારરૂપે વિચારે છે કે હે આત્મન્ ! શાંતરૂપ અમૃતરસનું તું પાન કર અર્થાત્ ચિત્તવૃત્તિમાં બાહ્ય પદાર્થો વિષયક ઉત્સુકતાના અભાવરૂપ જે શાંતરસ છે તે આત્મા માટે અમૃત જેવો રસ છે; કેમ કે તે મોહની આકુળતા વગરનો મોક્ષપ્રાપ્તિના કારણભૂત એવો આત્માનો પરિણામ છે તેનું તું પાન કર. વળી, તે અમૃતરસ કેવો છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે આત્માના વિકારોરૂપી જે રોગ છે તેનું શમન કરનાર છે; કેમ કે આત્મા જેમ જેમ તત્ત્વથી ભાવિત થઈ શાંતરસમાં જાય છે, તેમ તેમ રતિ, અરતિ, હર્ષ, શોકાદિ વિકારોનું શમન થાય છે તેથી શાંતરસ જ વિકારરૂપ રોગનું ઔષધ છે. વળી, કેટલાંક ઔષધો રોગનાં નાશક હોવા છતાં જીવને સેવનકાળમાં અરોચક હોવાથી વમનાદિ પણ કરાવે છે પરંતુ શાંત એવો