________________
૬. અશુચિભાવના | શ્લોક-૧
(
ઉ. અશચિભાવના
)
શ્લોક :
सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसङ्गाशुचिः, शुच्यामृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गङ्गोदकैः । नाधत्ते शुचितां यथा तनुभृतां, कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसां, नायं तथा शुद्ध्यति ।।१।। શ્લોકાર્ચ -
છિદ્રવાળો મદિરાનો ઘડો, પરિગલતા તેના લેશના સંગની અશુચિવાળો પરિગલતા મદિરાના લેશના સંગની અશુચિવાળો, બહારથી પવિત્ર માટી વડે માંજીને ગંગાના જળ વડે અનેક વખત ધોવાયેલો પણ, તે=મદિરાનો ઘટ, જે પ્રમાણે શુચિતાને ધારણ કરતો નથી, તે પ્રમાણે મહાબીભત્સ એવાં હાડકાં, મળમૂત્ર અને રક્તના નિકાયરૂપ સમૂહરૂપ પ્રાણીઓની આ કાયા શુદ્ધ થતી નથી. II૧II ભાવાર્થ:
આત્માને અનાદિથી પોતાના દેહ પ્રત્યે મમત્વ છે. તેથી તેને બહારથી પવિત્ર રાખવા માટે જીવ યત્ન કરે છે અને દેહનું અશુચિ સ્વરૂપ પ્રત્યક્ષથી દેખાવા છતાં તેના પ્રત્યે ઉપેક્ષા કરીને બહારની સુંદરતાથી જ તેના પ્રત્યે મમત્વને ધારણ કરે છે અને દેહ પ્રત્યેના મમત્વને કારણે જ સર્વ પાપો કરીને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. તે અનર્થોના નિવારણ માટે દેહ પ્રત્યેનું મમત્વ દૂર કરવું આવશ્યક છે. તેથી દેહના મમત્વને દૂર કરવા અર્થે મહાત્માઓ દેહના અશુચિ સ્વરૂપને તે રીતે વારંવાર ઉપસ્થિતિ કરે છે કે જેથી જેમ વિષ્ટાની અશુચિતાને જોઈને તેના ઉપર રાગ થાય નહીં તેમ દેહ પ્રત્યેનું મમત્વ થાય નહીં.
કઈ રીતે અશુચિભાવનાનું ભાવન કરે છે તે બતાવે છે. જેમ માટીનો મદિરાનો ઘડો હોય અને તે માટીનો હોવાથી તેનાં છિદ્રોમાંથી સદા મદિરા ગળતી હોય અને તે મદિરાના લેશના સંગથી તે મદિરાનો ઘટ સદા અશુચિવાળો હોય છતાં કોઈ વ્યક્તિ પવિત્ર માટીને ગ્રહણ કરીને તે ઘડાને બહારથી ચોખ્ખો કરે અને ગંગાના પાણીથી અનેક વખત ધોઈને તે ઘડાને ચોખ્ખો બનાવે તો પણ તેનાથી ગળતા મદિરાના અંશોને કારણે અલ્પકાળમાં જ તે મદિરાનો ઘડો અશુચિવાળો બને છે પરંતુ શુચિતાને ધારણ કરતો નથી. તેમ સંસારીજીવોની કાયા અતિ બીભત્સ એવાં હાડકાં, મળમૂત્ર, લોહી આદિના સમૂહરૂપે છે અને તેનાં છિદ્રોમાંથી સતત અશુચિ નીકળે છે તેથી શુદ્ધ કરવાના યત્ન કરવા છતાં પણ કાયા શુદ્ધ થતી નથી પરંતુ અલ્પકાળમાં જ બહાર નીકળતા અશુચિ પદાર્થોથી અશુચિમય બને છે. માટે અશુચિમય એવી આ કાયા પ્રત્યે વિવેકીને મમત્વ થાય નહીં પરંતુ જુગુપ્સા જ થાય. આ રીતે અશુચિભાવનાથી આત્માને જાગ્રત કરીને