________________
૫. અભ્યત્વભાવના-ગીત / બ્લોક-૬-૭
Կ
શ્લોક :
प्रणयविहीने दधदभिषङ्गं सहते बहुसन्तापम् ।
त्वयि निःप्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ।।विनय० ६।। શ્લોકાર્ચ -
પ્રીતિવિહીનમાં અભિવંગને ધારણ કરનાર પુરુષ બહુ સંતાપને ધારણ કરે છે, તારા વિષયક પ્રીતિવિહીન એવા પુદ્ગલ નિચયમાં વ્યર્થ મમતાના તાપને તું વહન કરે છે. III
ભાવાર્થ :
પુદ્ગલનો સંગ જીવને અનાદિનો છે તેથી અનેક પ્રકારે, તે સંગને કાઢવા માટે તત્ત્વને ભાવન કરવા છતાં સ્થિર થયેલી સંગની વાસના દૂર કરવી અતિદુષ્કર છે. તેથી મહાત્માઓ સ્વાનુભવને અનુરૂપ પદાર્થોનું ભાવન કરીને પુદ્ગલ પ્રત્યેની સંગની પરિણતિને દૂર કરવા અર્થે ભાવન કરે છે. સંસારમાં જે પુરુષને પ્રીતિવિહીન એવી પત્ની આદિ પ્રત્યે રાગ હોય તો તે પુરુષને તે પત્ની આદિ તરફથી અનેક પ્રકારના સંતાપની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે સંસારમાં સામાન્યથી સર્વ જનોને પ્રત્યક્ષ દેખાય છે, તેમ પુદ્ગલનો સમૂહ પોતાના વિષે લેશ પણ પ્રીતિ ધારણ કરતો નથી છતાં પુદ્ગલના સમૂહરૂપ દેહ, ધનાદિ પ્રત્યે જીવ વ્યર્થ મમતાના તાપને વહન કરે છે. જેના ફળરૂપે અંદરમાં અંતસ્તાપ પ્રગટે છે જેનાથી કર્મબંધ થાય છે અને અંતે અનેક અનર્થોની પરંપરાની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વારંવાર ભાવન કરવાથી મૂઢની જેમ પુદ્ગલના સમૂહ પ્રત્યે રાગાંશ ઉલ્લસિત થાય છે તે કાંઈક અંશે મંદ-મંદતર થાય છે અને તદર્થે જ મહાત્માઓ અન્યત્વભાવના કરે છે. IIકા
શ્લોક :. त्यज संयोगं नियतवियोगं, कुरु निर्मलमवधानम् ।
नहि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् ।।विनय० ७।। શ્લોકાર્ચ - | નિયત વિયોગવાળા સંયોગનો તું ત્યાગ કરી નિર્મલ અવધાનને અસાંયોગિક સુખની પ્રાપ્તિરૂપ નિર્મલ અવધાનને, કર. મૃગતૃષ્ણા જેવા ઘન (ગાઢ) રસના પાનને કરતો એવો તું કોઈપણ રીતે તૃપ્ત થતો નથી. III ભાવાર્થ :અહીં મહાત્માઓ આત્માથી અન્ય પદાર્થોથી પોતે પૃથફ છે તેમ ભાવન કરીને આત્માના મૂળભૂત