________________
૫, અન્યત્વભાવના-ગીત | બ્લોક-૩-જ
પ્રાપ્ત કર્યું છતાં આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે સર્વ પદાર્થોમાંથી એક નાનામાં નાનું તણખલું પણ તને અનુસરતું નથી. માટે દરેક ભવમાં કરેલો તારો શ્રમ વ્યર્થ જાય છે. તારા આત્માનું હિત થાય તેવા પદાર્થનો સંચય કરવાનો યત્ન કર જે સદા પરભવમાં પણ તારી સાથે આવે. સુવર્ણઘટ સદશ સેવાયેલો ધર્મ, ઘટ ફૂટે તોપણ સુવર્ણ રહે છે, તેમ વર્તમાનમાં ઉત્તમ સંસ્કારો આધાન કરે તે રીતે સેવાતો ધર્મ સુવર્ણ જેવા ઉત્તમ સંસ્કારોરૂપે જન્માંતરમાં પણ સાથે રહે છે તેનું સમાલોચન કરી તેવા ધર્મને સેવવાનો તું યત્ન કર. ll શ્લોક :त्यज ममतापरितापनिदानं, परपरिचयपरिणामम् ।
भज निःसङ्गतया विशदीकृतमनुभवसुखरसमभिरामम् ।।विनय० ४।। શ્લોકાર્થ :
મમતાના પરિતાપનું કારણ એવા પર પરિચયના પરિણામનો તું ત્યાગ કર, નિઃસંગપણાથી વિશદીકૃત અભિરામ=સુંદર, એવા અનુભવ-સુખના રસને તું ભજ. llll ભાવાર્થ :
મહાત્માઓ આત્માને અન્યત્વભાવનાથી ભાવિત કરવા માટે વિચારે છે કે આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થો આત્મા સાથે ક્યારેય એકત્વભાવને પામતા નથી અને જીવ તેના પ્રત્યે મમતા કરીને પરિતાપને પ્રાપ્ત કરે છે, કેમ કે જે વસ્તુ પ્રત્યે મમતા કરી હોય તે વસ્તુ ચાલી જાય ત્યારે પરિતાપ થાય છે. વળી બાહ્ય પદાર્થો પ્રત્યે મમતા કરવાને કારણે આત્મામાં કર્મબંધ થાય છે જે કર્મને કારણે સંસારમાં પરિભ્રમણની વિડંબના પ્રાપ્ત થાય છે. વળી, બાહ્ય પદાર્થ પ્રત્યે મમતા થવાને કારણે તેની પ્રાપ્તિ માટે જીવ અનેક પ્રકારના આરંભો કરે છે, પ્રાપ્ત થયેલા તેના રક્ષણ માટે અનેક ફ્લેશો કરે છે અને તેના દ્વારા અનેક પ્રકારનાં ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિમાં જાય છે. તેથી મમતા પરિતાપનું કારણ છે અને તેવી મમતા પરપદાર્થના પરિચયના પરિણામવાળી છે અર્થાત્ આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થો સાથે સંગના પરિણામરૂપ છે માટે તેના પરપદાર્થના પરિચયના પરિણામનો તું ત્યાગ કર. એ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવાથી મમતાના પરિણામના ત્યાગને અનુકૂળ એવા ભાવની નિષ્પત્તિને અનુકૂળ કરાયેલા આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થ પ્રત્યેના સંગનો પરિણામ અલ્પ-અલ્પતર થાય છે.
વળી, મમતાત્યાગના પરિણામને જ અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે નિઃસંગપણાથી વિશદીકૃત એવા અનુભવસુખનો તું સ્વીકાર કર, જે અનુભવસુખ આત્મા માટે અત્યંત આલ્હાદ કરનાર છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ જેમ આત્મા નિઃસંગ પરિણામ પ્રત્યે રાગનો પરિણામ મેળવે છે તેમ તેમ બાહ્ય પરિણામ પ્રત્યેનો કાંઈક નિઃસંગ ભાવ પ્રગટ થાય છે અને જેમ જેમ નિઃસંગ ભાવ વધે છે તેમ તેમ મોહના પરિણામના સ્પર્શ વગરનું અનુભવસુખ પ્રગટે છે જે આત્મા માટે અત્યંત આસ્લાદકારક છે. આ અનુભવસુખ વર્તમાનમાં સુખરૂપ છે, કર્મબંધના નાશને અનુરૂપ છે અને અનુભવસુખમાં ઉપયુક્ત મહાત્મામાં