________________
૬૧
૫. અન્યત્વભાવના-ગીત | શ્લોક-૧-૨ અનન્ય એવી રત્નત્રયીની પરિણતિમાં જ તું સ્વહિત માટે યત્ન કર. આ પ્રકારે આત્માને અનુશાસન આપીને મહાત્મા અનાદિના સંસ્કારોથી બાહ્ય પદાર્થોને અભિમુખ થયેલી ચેતનાને આત્માની અંતરંગ પરિણતિરૂપ રત્નત્રયીને અભિમુખ કરે છે. આપા
૫. અભ્યત્વભાવના-ગીત)
શ્લોક :विनय! निभालय निजभवनं विनय! निभालय निजभवनम् । तनुधनसुतसदनस्वजनादिषु किं निजमिह कुगतेरवनम्? ।।विनय० १।। શ્લોકાર્ચ -
હે વિનય !=કર્મને નાશ કરવાની ઈચ્છાવાળા હે આત્મા ! તું પોતાનું ભવન જો તારું અંતરંગ સ્વરૂપ છે, વળી અહીં=સંસારમાં, શરીર, ધન, પુત્ર, સદન ગૃહ, સ્વજનાદિમાં કુગતિથી રક્ષણ પોતાનું શું છે? અર્થાત્ આ બધામાંથી કોઈ રક્ષણ નથી, પરંતુ તારો સ્વભાવરૂપ ધર્મ જ મુગતિથી ક્ષણ છે. III ભાવાર્થ :
આત્મામાં અન્યત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્માઓ વિનય શબ્દથી સંબોધન કરીને આત્માને જાગ્રત કરે છે કે કર્મોના વિનય કરવાના અર્થી એવા હે આત્મા ! તું પોતાના આત્માના નિવાસસ્થાનરૂપ ભવનને જો. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મા પોતાના સ્વરૂપમાં રહે છે તેનું સુંદર ભવન છે. તેમાં તે સદા સુખરૂપ રહે છે અને તેમાં રહેલો આત્મા સદા કર્મોથી સુરક્ષિત છે. વળી પોતાના આત્માના સ્વરૂપને છોડીને જે દેહ, ધન, પુત્ર, ગૃહ, સ્વજનાદિમાં તું ચિત્તની એકત્વબુદ્ધિ કરીને રહેલો છે તેમાંનું કોઈ તારું કુગતિથી કંઈ રક્ષણ કરી શકશે નહીં, માટે કુગતિઓની વિડંબનાનું સ્મરણ કરીને પણ તેના રક્ષણના ઉપાયભૂત પોતાના સ્વરૂપને જ ભાવન કરવા સદા યત્ન કરવો જોઈએ. જેથી અન્ય પદાર્થમાં વર્તતી સંગની બુદ્ધિથી જે અનર્થોની પરંપરા અત્યારસુધી જીવે પ્રાપ્ત કરી તેનાથી આત્માનું રક્ષણ થાય.III શ્લોક :
येन सहाश्रयसेऽतिविमोहादिदमहमित्यविभेदम् ।। तदपि शरीरं नियतमधीरं, त्यजति भवन्तं धृतखेदम् ।।विनय० २।। શ્લોકાર્ય :જે શરીરની સાથે અતિમોહને કારણે ‘આ હું છું =શરીર સ્વરૂપ હું છું, એ પ્રકારના અવિભેદને