________________
૫. અન્યત્વભાવના / શ્લોક-૩-૪
૫૯
છે માટે તારી અંતરંગ સંપત્તિને જ પ્રાપ્ત કરીને તારે હૃદયથી પ્રીતિ કરવી જોઈએ. વળી, વિચારે છે કે જે બાહ્ય વસ્તુમાં તને સ્નિગ્ધ પરિણામ થાય છે, તે તારાથી ભિન્ન છે. વળી, આત્માના નિર્મળ સ્વભાવને છોડીને વારંવાર જે તું બોલે છે અર્થાત્ આત્માના નિર્મળ સ્વભાવને સ્મૃતિમાં રાખીને તેને ભાવન કરવા અર્થે શાસ્ત્રવચન છોડીને જે કંઈ અન્ય વારંવાર બોલે છે તે સર્વ પણ તારાથી અન્ય છે. વસ્તુતઃ નિર્મળ એવો તારો સ્વભાવ જ તારા માટે ઇચ્છા કરવા જેવો છે માટે હે ભગવાનું આત્મા ! આત્માના નિજ સ્વરૂપને છોડીને તું જે કંઈ વસ્તુની વિચારણા કરે છે તે સર્વ વસ્તુ તારા માટે પરકીય છે તેથી અનુપયોગી છે. આ પ્રકારે ચિંતવન કરીને મહાત્માઓ પોતાના આત્માને સમભાવના પરિણામ પ્રત્યે સન્મુખ કરે છે અને સમભાવની વૃદ્ધિ અર્થે જ અન્યત્વ-ભાવના કરે છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં પોતાની પ્રવૃત્તિના વિષયરૂપ આત્માથી અન્ય કઈ કઈ વસ્તુઓ છે ? તે બતાવીને તેનાથી પોતાનો આત્મા અન્ય છે તે બતાવ્યું. હવે, તે અન્ય પદાર્થોને આશ્રયીને પોતે જે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી પોતાને શું શું કર્થના પ્રાપ્ત થાય છે? તે બતાવીને તે અન્ય પદાર્થોથી પોતાના ચિત્તને પર કરવા અર્થે મહાત્માઓ જે ભાવન કરે છે તે બતાવે છે – શ્લોક :
दुष्टाः कष्टकदर्थनाः कति न ताः, सोढास्त्वया संसृतौ, तिर्यङ्नारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत् परकीयदुर्विलसितं, विस्मृत्य तेष्वेव हा, रज्यन् मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ।।४।। શ્લોકાર્ચ - ૨ (હે આત્મા !) સંસ્કૃતિમાં=સંસારના પરિભ્રમણમાં, કેટલી તે દુષ્ટ કષ્ટ કદર્થનાઓ તારા વડે સહન કરાઈ નથી ? તિર્યંચ-નાસકયોનિઓમાં વારંવાર પ્રતિહત થયો છે, છિન્ન થયો છે, વારંવાર ભિન્ન થયો છે. સર્વ તે સર્વ તે કદર્થના, પરકીય દુર્વિલસિત છે પરકીય પદાર્થમાં જે સ્નેહ કર્યો તેનું ફળ છે, તેનું વિસ્મરણ કરીને, ખેદની વાત છે કે હે મૂઢ! તેઓમાં જકપરકીય વસ્તુમાં જ, રાગ કરતો તું મોહ પામે છે તેમનો ઉપચાર કરતો=શ્લોક-૩માં કહ્યું તે પ્રમાણે તે તે બાહ્ય પદાર્થોનું આલંબન લઈને તે તે પ્રકારના વ્યવહારને કરતો, હે આત્મન્ ! તું કેમ લજ્જા પામતો નથી ? Ill ભાવાર્થ :
વળી મહાત્મા પોતાનાથી અન્ય શું છે ? તેનું ભાવન કર્યા પછી તેને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં તારા વડે તે દુષ્ટ કર્થનાઓ કેટલી સહન કરાઈ નથી અર્થાત્ તે તે ગતિમાં જન્મ, જરા,