________________
૫૮
શાંતસુધારસ
શ્લોક :
यस्मै त्वं यतसे बिभेषि च यतो, यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हदा, यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं, निर्लोठ्य लालप्यसे,
तत्सर्वं परकीयमेव भगवन् ! नात्मन्न किञ्चित्तव ।।३।। શ્લોકાર્ચ -
જેના માટે તું યત્ન કરે છે જે ધનાદિ બાહ્ય પદાર્થો માટે તું યત્ન કરે છે, અને જેનાથી તું ભય પામે છે શત્રુ આદિથી કે પ્રતિકૂળ તેવા રોગાદિથી તું ભય પામે છે, જેમાં તે સતત પ્રમોદને કરુ છે ઈન્દ્રિયોને અનુકૂળ કે શરીરને અનુકૂળ જે વસ્તુમાં તું સતત પ્રમોદને કરે છે, જેનો જેનો તું શોક કરે છે જે ધનાદિ પોતાને પ્રાપ્ત થયા નથી તે સર્વને પ્રાપ્ત કરવાની ચિંતા કરે છે, જે જે વસ્તુને તું ઈચ્છે છે=જે શરીરને અનુકૂળ ઈન્દ્રિયોને અનુકૂળ એવા વસ્તુને તું ઈચ્છે છે, અને જેને પ્રાપ્ત કરીને હૃદયથી તું પ્રીતિ કરે છે જે ઈષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરીને હૃદયથી તું પ્રીતિ કરે છે, જેમાં સ્નિગ્ધ છો=જે જે પદાર્થોમાં તું સ્નેહવાળો છો, અને અમલ એવા નિજ સ્વભાવનું નિર્લોકન કરીને જેમ તેમ તું બોલે છે. હે ભગવાન ! તે સર્વ=પૂર્વમાં જે જે ચેષ્ટાઓ બતાવી તે ચેષ્ટાના વિષયભૂત સર્વ, પરકીય જ છે, હે આત્મન્ ! તારું કઈ નથી. II3II ભાવાર્થ :
મહાત્માઓ, આત્માથી અન્ય-અન્ય વિષયવાળી જે સંસારીજીવોની પ્રવૃત્તિ છે તે સર્વને સ્મૃતિમાં લાવીને તેનાથી અન્ય પ્રકારનું આત્માનું સ્વરૂપ છે તેને અત્યંત ઉપસ્થિત કરવા અર્થે વિચારે છે કે શરીરધારી એવો તું જે જે વસ્તુને મેળવવા માટે યત્ન કરે છે તે વસ્તુ તારાથી અન્ય છે. વળી, જે બાહ્ય પદાર્થોને જોઈને તને ભય થાય છે તે સર્વ અન્ય છે. જો તે જ પદાર્થો પ્રત્યે એકત્વબુદ્ધિ ન હોય તો તે પદાર્થોથી તને ભય થાય નહીં. આથી જ ઘાણીમાં પિલાતા, ક્ષપકશ્રેણી પર ચઢેલા, મહાત્માઓને તે દેહની પીલનની ક્રિયાથી પણ ભય થયો નથી. વળી મહાત્મા વિચારે છે કે જે બાહ્ય વસ્તુઓને જોઈને તું હંમેશાં આનંદ પામે છે તે બાહ્ય વસ્તુ પણ તારા આત્માથી ભિન્ન છે અને જો ભિન્નપણાનું તું ભાવન કરે તો તે બાહ્ય પદાર્થને આશ્રયીને આનંદ લેવાની વૃત્તિ ઉત્પન્ન થાય નહીં, જેથી કર્મબંધનની કદર્થના પ્રાપ્ત થાય નહીં. વળી, જે બાહ્ય વસ્તુને આશ્રયીને તું ચિંતા કરે છે તે તારા આત્માથી ભિન્ન છે અને તે રીતે ભાવન કરીને તેની ચિંતા છોડી દે તો સદા પોતાની આત્માની સંપત્તિને પ્રગટ કરવા માટે જ તને ચિંતા રહે, જે ચિંતા આત્મા માટે કલ્યાણનું કારણ છે. વળી, વિચારે છે કે બાહ્ય વસ્તુને તું ઇચ્છે છે તે સર્વ તારાથી ભિન્ન છે. જેની ઇચ્છા કરીને તું કેવળ કદર્થના પ્રાપ્ત કરે છે. વસ્તુતઃ આત્માની અંતરંગ ગુણ-સંપત્તિની ઇચ્છા કરવી જ તારા માટે શ્રેય છે. વળી, જે જે વસ્તુને પામીને તું હૃદયથી પ્રેમ કરે છે તેનાથી તને કંઈ પ્રાપ્ત થતું નથી; કેમ કે તે તારાથી ભિન્ન