________________
૫. અન્યત્વભાવના | શ્લોક-૧-૨-૩
૫૭
સંચય ક૨વા અર્થે મહાત્મા અન્યત્વભાવના દ્વારા પદાર્થો પ્રત્યેના પોતાના અસંગના પરિણામને ઉલ્લસિત ક૨વા પ્રયત્ન કરે છે, જેથી અસંગના પરિણામની બુદ્ધિથી તેમનાં કર્મોના આગમનના બીજભૂત સંગનો પરિણામ ક્ષીણ ક્ષીણતર થાય છે જેથી કર્મોનો સમૂહ અલ્પ અલ્પતર થવાથી કર્મો કૃત વિડંબના પણ અલ્પ અલ્પતર થાય છે. જ્યારે સર્વથા સંગની વૃત્તિ નાશ પામે છે ત્યારે નવા નવા મોહના પરિણામો સદા અટકે છે અને અસંગ સ્વરૂપવાળો એવો આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપનું સદા સુખાત્મક રૂપે વેદન કરે છે. IIII અવતરણિકા :
અન્ય પદાર્થો આત્માથી અન્ય છે તેવું ભાવન કરવા માટે શ્લોક-૧માં કર્મઅણુથી આત્મા ભિન્ન છે તેનું ભાવન કર્યું. હવે દેહ, ધન, કુટુંબ આદિથી પણ આત્મા અન્ય છે તેવું ભાવન કરવા અર્થે કહે છે—
શ્લોક ઃ
खिद्यसे ननु किमन्यकथार्तः, सर्वदैव ममतापरतन्त्रः । चिन्तयस्यनुपमान् कथमात्मन् नात्मनो गुणमणीन्न कदापि ।।२।।
શ્લોકાર્થ ઃ
અન્યની “નનુ” શબ્દ આક્ષેપ અર્થમાં છે તેથી પોતાના આત્માને સન્મુખ કરીને કહે છે કથાથી આર્ત્ત=વિહ્વળ, એવો તું સર્વદા જ મમતાને પરતંત્ર કેમ ખેદ કરે છે ? હે આત્મન્ ! ઉપમા ન આપી શકાય તેવા આત્માના ગુણમણિને તું ક્યારેય પણ કેમ ચિંતવન કરતો નથી ? ।।૨।। ભાવાર્થ :
-
અન્યત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના અનુભવ અનુસારે પદાર્થને વિચારતાં કહે છે કે પોતે આત્માથી ભિન્ન એવાં શરીર, ધન, કુટુંબ, દેહની વિચારણાથી સદા પીડિત છે. આમાં કા૨ણ પોતે સદા દેહાદિ પ્રત્યે મમતાના ભાવને રાખીને પરતંત્ર વર્તે છે, તેથી સદા અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં ખેદને પામે છે. વળી આત્માને સંબોધીને કહે છે હે આત્મન્ ! જેની ઉપમા ન આપી શકાય તેવા અનુપમ અનેક ગુણમણિઓ તારા આત્મામાં રહેલા છે જે તને સદા સુખ આપે તેવા છે. જો તું તેનું ચિંતવન કરે તો આત્માને પોતાનામાં જ સ્થિરતા પ્રાપ્ત થાય, જેથી કોઈ સંયોગોમાં બાહ્ય પદાર્થોની ચિંતાથી ખેદ પ્રાપ્ત થાય નહીં પરંતુ સદા સ્વસ્થતાના સુખની પ્રાપ્તિ થાય. સુખનો અર્થી એવો તું બાહ્ય પદાર્થોને પોતાના માને છે તેથી જ સર્વ દુઃખોની પરંપરા થાય છે. માટે તેનો ત્યાગ કરીને આત્માના મોહથી અનાકુળ એવા જ્ઞાનના પરિણામરૂપ સુખનું ચિંતવન ક૨, જેથી સદા સુખની પ્રાપ્તિ થાય. IIા
અવતરણિકા :
હવે, પોતાનો આત્મા કથા ભાવોથી અન્ય છે તે સર્વને અત્યંત સ્પષ્ટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે -
-