________________
૫૬
૫. અન્યત્વભાવના
-
શાંતસુધારસ
અવતરણિકા :
આત્માથી અન્ય પદાર્થો સાથે આત્માનો અન્યત્વભાવ છે છતાં અનાદિના કર્મોના સંગને કારણે બાહ્ય પદાર્થો સાથે એકત્વબુદ્ધિ સ્થિર થયેલી છે તેને દૂર કરવા અર્થે અને અન્યત્વબુદ્ધિને સ્થિર કરવા અર્થે મહાત્મા કહે છે
શ્લોક ઃ
परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये ।
निविश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो समपादि कष्टम् ।।१।।
શ્લોકાર્થ --
‘પ્રવિષ્ટ એવા પર=સ્વગૃહમાં પ્રવિષ્ટ એવી પર વ્યક્તિ વિનાશને કરે છે એ લોકોક્તિ મૃષા નથી” એ પ્રમાણે હું માનું છું. કર્મોના અણુઓ વડે પ્રવેશ કરાઈને જ્ઞાનાત્મા એવા આને=પોતાને શું શું કષ્ટો નથી ઉત્પન્ન કરાયાં ? ||૧||
ભાવાર્થ :
કર્મ, દેહ કે અન્ય સર્વ જીવો અને અન્ય સર્વ પુદ્ગલો આત્માથી અત્યંત ભિન્ન છે. તે અત્યંત ભિન્ન હોવા છતાં અનાદિના સંસર્ગના કારણે જીવમાં થયેલી એકત્વબુદ્ધિથી કથંચિત્ એકત્વભાવને પામેલા છે અને તે એકત્વભાવને કારણે સંસારીજીવો અનેક વિડંબનાને પામે છે, છતાં અજ્ઞાનને વશ સ્પષ્ટ દેખાતી એવી વિડંબના પણ સંસારીજીવોને દેખાતી નથી. માત્ર મોહને વશ પોતાને કર્યો સંયોગ અનુકૂળ છે અને કયો સંયોગ પ્રતિકૂળ છે એટલું જ દેખાય છે. પરંતુ કોઈક રીતે પ્રગટ થઈ છે નિર્મળ દૃષ્ટિ એવા યોગ્ય જીવને બાહ્ય પદાર્થોના સંસર્ગથી જ આત્માને સર્વ વિડંબના થાય છે તેવું જણાય છે. છતાં અનાદિની વાસનાને કા૨ણે અનુકૂળ બાહ્ય પદાર્થના સંસર્ગની ઇચ્છા પણ થાય છે અને પ્રતિકૂળ બાહ્ય પદાર્થના સંસર્ગમાં ખેદ પણ થાય છે. આવા જીવો આત્માના બાહ્ય પદાર્થો સાથેના સંસર્ગના નિવારણના ઉપાયભૂત અન્યત્વભાવનાથી આત્માને વાસિત કરવા અર્થે અનુભવ અનુસાર વિચારે છે કે લોકમાં પણ કહેવાય છે કે પાકી વ્યક્તિ પોતાના ગૃહમાં પ્રવેશ કરે તો ઘરનો નાશ કરે છે. આ પ્રકારની લોકોક્તિ ખરેખર ખોટી નથી એ પ્રમાણે હું માનું છું.
કેમ ખોટી નથી તે સ્પષ્ટ કરવા વિચારે છે કે – આત્માથી ૫૨ એવા કર્મ પરમાણુઓએ આત્મામાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને કયાં કયાં કષ્ટો નથી ઉત્પન્ન કર્યાં અર્થાત્ અનેક કષ્ટ ઉત્પન્ન કર્યાં છે એ જ બતાવે છે કે આત્માથી પર એવાં કર્મોને પોતાનામાં પ્રવેશ પામતાં અટકાવવાના ઉપાયભૂત બળ