________________
શાંતસુધારસ
५०
મરણ, રોગ, શોક, દરિદ્રતા આદિ અનેક કદર્થનાઓને સહન કરાઈ છે. વળી તેમાં પણ તિર્યંચ અને નારક યોનિમાં જ્યારે જ્યારે તું ગયો ત્યારે ત્યારે બીજાઓથી વારંવાર પ્રતિહત કરાયો છે, છેદાયો છે, ભેદાયો છે. આ સર્વ કદર્થના પરકીય પદાર્થના સંગનું દુર્વિલસિત ફળ છે; કેમ કે પરકીય પદાર્થના સંગના કારણે જ જીવ તે તે પ્રકારના કર્મને બાંધીને ચારગતિમાં તે તે પ્રકારની કદર્થનાઓ પામે છે. તેમાં પણ તિર્યંચગતિ અને નરકગતિમાં અનેક પ્રકારની વિશેષ કદર્થનાઓ પામે છે અને ૫૨કીય વસ્તુના સંગને કારણે જે આ કદર્થનાઓ થઈ છે, તેને ભૂલીને તે ૫૨કીય વસ્તુમાં જ રાગ કરીને તું મોહ પામે છે તે અત્યંત અનુચિત છે, આ પ્રમાણે ભાવન કરવાથી મહાત્માઓને ૫૨૫દાર્થમાં જે સંગ કરવાની વૃત્તિ છે તે કંઈક ઓછી થાય છે. તોપણ સંસાર અવસ્થામાં જીવ દેહના સંગવાળો છે અને દેહના સંગને આશ્રયીને જ સર્વ ભાવો કરવાની વૃત્તિ અત્યંત સ્થિર થયેલી છે તેથી જેમ વિષ્ટા પ્રત્યેના ખેંચાણવાળા ભૂંડને વિષ્ટાથી વારણ કરવું દુષ્કર છે તેમ દેહધારી આત્માને બાહ્ય પદાર્થ સાથે સંગ કર્યા વિનાની સ્થિતિમાં રાખવો અતિદુષ્કર છે. તેથી મહાત્માઓ ફરી ભાવન કરે છે કે હે મૂઢ આત્મન્ ! તે બાહ્ય પદાર્થોને આશ્રયી ઉપચાર કરતો તું અર્થાત્ શ્લોક-૩માં કહેલી ચેષ્ટાઓને કરતો તું, કેમ લજ્જા પામતો નથી ? આ પ્રકારનું અત્યંત ભાવન કરવાથી આત્મા તે ભાવોને છોડીને નિર્મલ એવા નિજસ્વભાવને પ્રગટ ક૨વા અર્થે શાસ્ત્રવચનનું દૃઢ અવલંબન લઈને કંઈક યત્ન કરી શકે છે અને જો અત્યંત ઉપયોગપૂર્વક અન્યત્વભાવનાનું ભાવન જીવ ન કરે તો સદા જીવની સહજ પ્રવૃત્તિ જે બાહ્ય પદાર્થોને અવલંબીને વર્તે છે તે પ્રકારની જ જીવની પ્રવૃત્તિ થાય છે પરંતુ અન્યત્વભાવનાથી ચિત્ત અન્ય પદાર્થમાંથી લેશ પણ અસંશ્લેષ ભાવને પામતું નથી. Is
શ્લોક ઃ
ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना
सर्वमन्यद्विनिश्चित्य यतस्व स्वहिताप्तये ।।५।।
શ્લોકાર્થ ઃ
જ્ઞાન, દર્શન, ચારિત્રના સ્વરૂપવાળી ચેતનાને છોડીને સર્વ અન્યનો વિનિશ્ચય કરીને તું સ્વહિતની પ્રાપ્તિ માટે યત્ન કર=રત્નત્રયીની પરિણતિરૂપ ચેતનાને પ્રગટ કરવા યત્ન કર. પા
ભાવાર્થ :
અન્યત્વભાવનાના અંતિમ નિષ્કર્ષનું ભાવન કરતાં મહાત્માઓ વિચારે છે કે મારા આત્મદ્રવ્યનું જે પારમાર્થિક સ્વરૂપ છે તેનું યથાર્થ જ્ઞાન એ જ મારું સમ્યગ્નાન છે. એ જ્ઞાન અનુસાર મારા તે સ્વરૂપમાં જ મને ‘તું મે રોષતે’ એ પ્રકારની પરિણતિરૂપ સમ્યગ્દર્શન છે અને રુચિ વિષયક આત્માની શુદ્ધ પરિણતિને પ્રગટ ક૨વાને અનુકૂળ જે જીવનો અંતરંગ વ્યાપાર છે તે સમ્યચારિત્ર છે. આ ત્રણ પરિણતિથી યુક્ત એવું મારું આત્મદ્રવ્ય છે. તેના સિવાય આત્મા સાથે સંશ્લેષ પામેલો દેહ, દેહના સંશ્લેષને કારણે આત્મામાં થતા મોહના ભાવો અને દેહ-ઇન્દ્રિયોને ઉપકારી બાહ્ય સર્વ સામગ્રી, મારા આત્માથી અન્ય છે, તેથી આત્માથી