________________
ઉ૪
શાંતસુધારસ અંશથી પણ જે સંગનો પરિણામ છે તે પણ અસંગભાવ પ્રત્યેના સંગના પરિણામરૂપ હોવાથી તેની પ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારના ઉત્તમ પુણ્યબંધનું કારણ છે. જેથી મહાત્મા આ ભવમાં આત્માના નિરાકુળ સ્વભાવના અનુભવસુખના પ્રકર્ષને પ્રાપ્ત ન કરી શકે તોપણ ફરી તે સુખના માટે ઉદ્યમ કરે તેવા ઉત્તમ સામગ્રીવાળા ભવને પ્રાપ્ત કરે છે, જેથી તે અનુભવસુખનો રસ આત્મા માટે અત્યંત સુંદર છે તેનું તું સેવન કર. આ પ્રકારના ભાવન દ્વારા મહાત્માઓ સ્વશક્તિ અનુસાર તે ભાવને અભિમુખ ઉદ્યમ કરે છે. I૪ શ્લોક :
पथि पथि विविधपथैः पथिकैः सह, कुरुते कः प्रतिबन्धम् । निजनिजकर्मवशैः स्वजनैः सह किं कुरुषे ममताबन्धम् ।।विनय० ५।। શ્લોકાર્ચ -
જુદા જુદા, પથમાં જુદા જુદા માર્ગે જનારા પથિકોની સાથે કોણ પ્રતિબંધને કરે કોણ સ્નેહના સંબંધને કરે? અર્થાત્ કોઈ વિચારક કરે નહીં, તેમ પોતપોતાના કર્મને વશ એવા સ્વજનોની સાથે મમતાના બંધને સ્નેહના સંબંધને, કેમ કરે છે? અર્થાત્ એમ કરવું ઉચિત નથી. આપણે ભાવાર્થ - - જીવને અનાદિના ભવનો અભ્યાસ હોવાથી સ્નેહના સંબંધોને તોડવા અતિ દુષ્કર છે. તેથી તે સ્નેહના સંબંધોને ક્ષીણ કરવા માટે મહાત્માઓ અનુભવને અનુરૂપ દષ્ટાંતથી તે સ્નેહસંબંધ અનુચિત છે તેમ ભાવન કરે છે. જેમ જુદા જુદા નગરના જુદા જુદા માર્ગોના કોઈક સ્થાનમાં ભિન્ન ભિન્ન દેશથી ભિન્ન ભિન્ન દેશમાં જનારા પથિકો એકત્ર થાય ત્યારે તે ક્ષેત્રમાં તેઓનો ક્ષણભર સંબંધ થાય છે છતાં તે પથિકો સાથે સ્નેહસંબંધ કોઈ કરતું નથી, કેમ કે તે જાણે છે કે તે પોતાને સ્થાને જવા માટે નીકળેલા છે અને વચમાં એક સ્થાનમાં ક્ષણભર આ રીતે બધા ભેગા થયા છે. આ રીતની બુદ્ધિ સ્થિર હોવાને કારણે કોઈને પથિકો સાથે સ્નેહનો પરિણામ પ્રાયઃ થતો નથી. તેમ સંસારીજીવો પોતપોતાના કર્મના વશથી તે તે ભવમાંથી મનુષ્યભવરૂપ એક પથમાં, કોઈક એક ગૃહના સ્થાનમાં, કુટુંબના સંબંધથી ભેગા થાય છે અને પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને પોતપોતાનાં કર્મો પ્રમાણે અન્ય ભવમાં જાય છે. આ રીતે સંસારના પરિભ્રમણમાં મુસાફરો એક સ્થાનમાં કોઈક સંબંધથી એકત્રિત થાય એટલા માત્રથી તેઓના પ્રત્યે તું મમતાનું બંધન કેમ કરે છે અર્થાત્ તે મમતા ક્લેશનું જ કારણ બને છે. જેમ એક પથમાં કોઈક રીતે એકઠા થયેલા મુસાફર સાથે સ્નેહનો સંબંધ થાય અને તેઓ વિખૂટા પડી જાય તો તે સ્નેહ કરનારને ક્લેશ જ પ્રાપ્ત થાય છે; કેમ કે તેના વિરહથી સદા દુઃખી રહેવું પડે છે તે રીતે કર્મને વશ કોઈક રીતે કુટુંબ સંબંધથી એકત્રિત થયેલા પ્રત્યે સ્નેહ કરવાથી જ્યારે તેઓનો વિયોગ વગેરે થાય છે ત્યારે ક્લેશની જ પ્રાપ્તિ થાય છે માટે ક્લેશના કારણરૂપ મમતાનો પ્રતિબંધ
ક્યાંય કરવો જોઈએ નહીં. આ પ્રમાણે ભાવન કરીને ચિર રૂઢ થયેલાં સ્વજનના સંબંધના સંસ્કારો નાશ કરવા અર્થે મહાત્માઓ યત્ન કરે છે. પા.