________________
૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૮
૫૫
થાય છે ત્યારે ત્યારે ક્ષણભર પ્રગટ થયેલ રોચક એવા સમતારૂપ અમૃતનો ૨સ અનુભવાય છે. તે રસનું પ્રીતિપૂર્વકનું તું આસ્વાદન કર. આ પ્રકારે શ્રુતના બળથી વિચારીને એકત્વભાવનાના ભાવનથી પ્રગટ થતા સમતારૂપી રસનું આસ્વાદન પોતાનામાં અતિશય અતિશયતર થાય તેવો યત્ન મહાત્મા કરે છે. વળી પોતાને સંબોધી કહે છે -
હે કર્મના વિનયનના અર્થી જીવ ! તને વિષયોથી અતીત એવું આત્માની સ્વસ્થતારૂપ સુખ છે, એ સુખના રસમાં સદા રતિ પ્રગટ થાવ. જૅથી તે સુખ પ્રત્યેની રતિને કારણે તુચ્છ અને અસાર એવા બાહ્ય વિષયોમાં રતિ કરીને કર્મબંધની કદર્થના પ્રાપ્ત થાય છે, તેનાથી તારું રક્ષણ થાય. In
II ચોથો પ્રકાશ પૂર્ણ ॥