________________
૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૫-૬
૫૩
શ્લોકાર્ચ -
હે વિચારક પુરુષ ! તું જો ઈતર પુદ્ગલથી મિલિત સુવર્ણકમાટી આદિથી મિલિત એવું સુવર્ણ, કઈ દશાને પામે છે. વળી કેવલ એવા તેનું સુવર્ણનું, સ્વરૂપ તમને પણ જણાયેલું છે. પI ભાવાર્થ
એકત્વભાવનાથી આત્માને ભાવિત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – તું જો, માટીના પુદ્ગલથી મિશ્રિત થયેલું સુવર્ણ કેવી મલિન દશાને પામે છે તેમ કર્મરૂપી પુદ્ગલથી મિશ્રિત થયેલો એવો તારો આત્મા કેવી વિકૃતિવાળી મોહદશાને પામે છે. વળી કેવલ એવા સુવર્ણનું સ્વરૂપ તને પણ વિદિત જ છે તેમ કર્મના મિશ્રણથી અમિશ્રિત એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ સુવર્ણ જેવું નિર્મળ છે એમ વિચારીને તેને પ્રગટ કરવા અર્થે તું એકત્વભાવનાથી આત્માને ભાવિત કરે જેથી સદા પરમાર્થના સંશ્લેષ વગરના તારા પરિણામથી તું સુવર્ણ સદશ નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરીશ. પા શ્લોક :
एवमात्मनि कर्मवशतो, भवति रूपमनेकधा ।
कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ।।विनय० ६।। શ્લોકાર્ચ -
એ રીતે=પૂર્વ શ્લોકમાં સુવર્ણનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, આત્મામાં કર્મના વશથી અનેક પ્રકારનું સ્વરૂપ થાય છે. વળી, કર્મમલ રહિત ભગવાન એવા આત્મામાં કાંચનવિધા કાંચનતુલ્યતા, ભાસે છે. IIII.
વાર્થ :
જેમ અનાદિથી માટી સાથે એકમેક અવસ્થારૂપે ખાણમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે તે અનેક પ્રકારની મલિનતાવાળું દેખાય છે અર્થાત્ જેવા પ્રકારની મલિનતાવાળી માટી હોય તેવા પ્રકારનું મલિન દેખાય છે. તેમ આત્મા પણ અનાદિથી કર્મોની સાથે એકમેક અવસ્થામાં વર્તે છે અને કર્મના વશથી આત્માની અનેક રૂપતાની પ્રાપ્તિ થાય છે. તેથી જે જીવનું, જે પ્રકારનું કર્મ હોય તે પ્રકારની તેના દેહાદિની સ્થિતિ કે મોહાદિ ભાવોની પરિણતિ થાય છે.
વળી મહાત્મા વિચારે છે કે એકત્વભાવનાથી ભાવિત થયેલ મહાત્મા નિર્લેપભાવમાં સ્થિર થાય તો કર્મમલ રહિત સુવર્ણતુલ્ય નિર્મળતા પોતાનામાં પ્રગટે છે માટે હે આત્માનું ! સતત એકત્વભાવનાને ભાવન કરીને તેને સ્થિર સ્થિરતર કરવા યત્ન કર.IIકા