________________
૫૧
૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૧-૨-૩ થાય છે તેથી તેને કોઈ દુરિત=અનર્થ, ઉદયમાં આવતું નથી માટે વસ્તુતત્ત્વનો વિચાર કરીને આત્માએ પોતાના આત્માને એકત્વભાવનાથી ભાવિત કરવો જોઈએ. /વા શ્લોક -
एक उत्पद्यते तनुमानेक एक विपद्यते ।
एक एव हि कर्म चिनुते, सैककः फलमश्नुते ।।विनय० २।। શ્લોકાર્ચ -
દેહધારી એવો જીવ એકલો ઉત્પન્ન થાય છે, એકલો જ મરે છે, એક જ કર્મને બાંધે છે જે જે કૃત્ય પોતે કરે છે તે તે કૃત્યો અનુસાર કર્મ તે એક જ બાંધે છે. તે એક જ ફળને ભોગવે છેઃબાંધેલાં કર્મોના ફળને પ્રાપ્ત કરે છે. શા ભાવાર્થ
એકત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જીવ જન્મે છે ત્યારે દેહધારી જીવ એક જ ઉત્પન્ન થાય છે. પરંતુ કોઈને સાથે લઈને જન્માંતરથી આવતો નથી. વળી, મૃત્યકાળમાં પણ એક પોતે જ મૃત્યુને પામે છે પરંતુ કોઈને સાથે લઈને જન્માંતરમાં જતો નથી. વળી પોતે જે સંસારમાં આરંભ-સમારંભ કરે છે તેનું ફળ સ્વજન આદિને પ્રાપ્ત થાય છે તો પણ પોતે જે આરંભાદિ કૃત્યો કરે છે અને તેમાં જે જે પ્રકારના સંક્લેશના ભાવો કરે છે તેને અનુરૂપ કર્મો તે જીવ એક જ બાંધે છે. અન્ય જીવો તો પોતપોતાના પરિણામને અનુરૂપ કર્મ બાંધે છે. પોતાની ઉપભોગાદિ સામગ્રીમાં જેમ સ્વજનાદિને જે ભાગ પ્રાપ્ત થાય છે તેમ પોતાનાથી બંધાયેલાં કર્મોમાં કોઈનો ભાગ થતો નથી. વળી, તે બાંધેલાં કર્મોનાં ફળ પણ પોતે એકલો જ અનુભવે છે. આ જાતની સંસારની સ્થિતિ હોવાને કારણે સ્વજનાદિ પ્રત્યેનાં બંધનોનો ત્યાગ કરીને એકત્વભાવનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી સંશ્લેષ વગરના ચિત્તનું નિર્માણ થાય તો કર્મબંધના અનર્થની પ્રાપ્તિ થાય નહીં. શા શ્લોક -
यस्य यावान् परपरिग्रहो, विविधममतावीवधः ।
जलधिविनिहितपोतयुक्त्या,पतति तावदसावधः ।।विनय० ३N શ્લોકાર્ચ -
જેને જેટલો વિવિધ મમતાના ભારવાળો પર પરિગ્રહ છે તેટલો આ જીવ દરિયામાં સ્થાપન કરાયેલી નાવની યુક્તિથી નીચે પડે છે. III