________________
૫૦.
શાંતસુધારસ એ પ્રાપ્ત થાય કે એકત્વભાવનામાં પરભાવનો સ્પર્શ નથી, પરંતુ સમતાથી યુક્ત એવી એત્વભાવના છે અને આત્મા જેમ જેમ એકત્વભાવનાને સ્થિર કરે છે તેમ તેમ પોતાનામાં જગતના સર્વ ભાવો પ્રત્યે સમતા પ્રકર્ષવાળી થાય છે. આત્મ બાહ્ય ભાવોથી સંવૃત થાય છે અને પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ કરવા માટે સદા પ્રવૃત્ત બને છે. આવી એકત્વભાવનાનું હે આત્મા ! તું વિભાવન કર જેથી પણ નમિરાજાની જેમ પરમાનંદની સંપદાને પ્રાપ્ત કરે. જે પરમાનંદ એકત્વભાવનાથી પ્રગટ થાય છે, ઉત્તર-ઉત્તર વૃદ્ધિ પામે છે અને અંતે સર્વ કર્મોનો નાશ કરીને પરમાનંદરૂપ મોક્ષની સંપત્તિનું કારણ બને છે. આપણા
૪. એકત્વભાવના-ગીત)
શ્લોક :विनय चिन्तय वस्तुतत्त्वं, जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितमुदयति तस्य किम् ।।विनय० १।।
શ્લોકાર્ય :
હે વિનય કર્મોના વિનયના અથ એવા હે જીવ! તું વસ્તુના તત્વનો=વસ્તુના સ્વરૂપનો, વિચાર કર. કેવા પ્રકારના વસ્તુતત્વનો વિચાર કર? તેથી કહે છે આ જગતમાં કોનું કયા જીવનું, પોતાનું શું છે અર્થાત્ પોતાના ભાવોથી અતિરિક્ત પોતાનું કંઈ જ નથી. જેના હૃદયમાં આ પ્રકારની મતિ થાય છે તેને શું દુરિત ઉદયમાં આવે છે? કોઈ અનર્થ પ્રાપ્ત થાય છે ? અર્થાત્ કોઈ અનર્થ પ્રાપ્ત થતો નથી. III. ભાવાર્થ :
આત્માને એકત્વભાવનામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે કર્મના અર્થી એવા હે આત્મા! તું વસ્તુના સ્વરૂપનો વિચાર કર ! અર્થાત્ આત્મારૂપ વસ્તુનું કેવું સ્વરૂપ છે તેનો વિચાર કર. ત્યાં પ્રશ્ન થાય કે આત્માનું કેવું સ્વરૂપ છે? તેથી કહે છે. આ જગતમાં કોઈ વસ્તુ પોતાની નથી. કેમ? તેથી કહે છે. દરેક પદાર્થો પોતાના પરિણામમાં વર્તે છે. કોઈ વસ્તુનો પરિણામ અન્ય કોઈ વસ્તુને પ્રાપ્ત થતો નથી. એથી સર્વ પદાર્થોમાં સંશ્લેષ વગરનો આત્માનો પોતાનો પરિણામ જ પોતાની વસ્તુ છે, એ સિવાય કોઈ વસ્તુ પોતાની નથી. આ પ્રકારે જેના હૃદયમાં સ્થિર બુદ્ધિ થાય છે, તે જીવોને આત્માથી ભિન્ન એવા સર્વ પદાર્થો પોતાના માટે સમાન છે એવી સ્થિર બુદ્ધિ થાય છે અને તેના કારણે કોઈ પદાર્થ પ્રત્યે સંશ્લેષ થતો નથી. તેથી પોતાનાથી ભિન્ન ધન, કુટુંબ આદિમાં તો સંશ્લેષ થતો નથી જપણ પોતાના સુંદર અસુંદર દેહ પ્રત્યે પણ સંશ્લેષ થતો નથી, કે પોતાનાં પ્રતિકૂળ અનુકૂળ એવાં કર્મો પ્રત્યે પણ સંશ્લેષ થતો નથી. તેથી પ્રતિકૂળતા આપાદક કર્મો પણ તેને કોઈ દુ:ખ આપી શકતાં નથી. પરંતુ નિજભાવમાં મગ્નતારૂપ સુખ જ સદા પ્રાપ્ત