________________
૪૮
શાંતસુધારસ
શ્લોક :
कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ।।३।। શ્લોકાર્ચ -
બુદ્ધિમાન પુરુષોને પરસ્ત્રીમાં સ્વી એ પ્રમાણેનું ચિંતવન વિવિધ પીડાના ભયને લાવનારું વિપતિ માટે છે, તે પ્રમાણે પરભાવોમાં=આત્માથી ભિન્ન એવા અન્ય ભાવોમાં, મમત્વનું ભાવન બુદ્ધિમાન માટે વિવિધ પીડાના ભયને લાવનારું વિપતિ માટે છે. I3II
ભાવાર્થ :
મહાત્માઓ એકત્વભાવનામાં સ્થિર થવા અને બાહ્ય પદાર્થોના મમત્વને દૂર કરવા માટે ભાવન કરે છે કે બુદ્ધિમાન પુરુષોને પરસ્ત્રીમાં “આ મારી સ્ત્રી છે", તેવી બુદ્ધિ થાય તો તે બુદ્ધિ વિવિધ પ્રકારની પીડા અને ભયને લાવનાર છે. એટલું જ નહીં પણ તે આપત્તિઓનું સ્થાન છે; કેમ કે પરસ્ત્રીમાં પોતાની સ્ત્રીપણાની બુદ્ધિ થાય તોપણ તે પોતાની પાસે નહીં હોવાથી તેના વિરહની પીડા થાય છે. વળી, કોઈક પ્રસંગને પામીને તેની સાથે સંબંધ થાય કે કોઈક રીતે તે સ્થિતિમાં ગ્રહણ થાય તો તેના પતિ આદિ તરફથી અનેક આપત્તિઓ આવે છે, તેથી બુદ્ધિમાન પુરુષો પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીને પરસ્ત્રીઓમાં પત્નીપણાની બુદ્ધિ કરતા નથી. આ રીતે શુદ્ધ આત્માથી ભિન્ન એવા શરીર, સ્વજન, ધનાદિ ભાવોમાં મમત્વબુદ્ધિ થાય તો તે આત્મા માટે વિવિધ પ્રકારની અરતિ અને ભયને ઉત્પન્ન કરનાર છે અને અંતે વિપત્તિઓને પ્રાપ્ત કરાવે છે; કેમ કે જેઓને ધનાદિમાં મમત્વબુદ્ધિ થાય છે તેને ધન, સ્વજનાદિના રક્ષણ વગેરે માટે સતત ભય રહે છે અને ધનાદિમાં કરાયેલા મમત્વથી બંધાયેલાં પાપોથી દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ આપત્તિઓ પણ આવે છે. માટે બુદ્ધિમાન પુરુષો પોતાના આત્માના ભાવોને છોડી અન્ય કોઈ ભાવોમાં મમત્વ કરતા નથી, છતાં અનાદિની વાસનાને કારણે દેહ આદિમાં મમત્વ વર્તે તો તેના ઉચ્છેદ માટે મમત્વ રહિત એવા તીર્થકરો, સુસાધુ, કે ઉત્તમ પુરુષોની ભક્તિ કરીને મમત્વ રહિત થવા પ્રયત્ન કરે છે. Imail. અવતરાણિકા :
વળી, એકત્વભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્માઓ ભાવનકરે – શ્લોક :
अधुना परभावसंवृति, हर चेतः परितोऽवगुण्ठिताम् । क्षणमात्मविचारचन्दनद्रुमवातोर्मिरसाः स्पृशन्तु माम् ।।४।।