________________
૪૬
શાંતસુધારસ
વહાવવા
શ્લોક :
एक एव भगवानयमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद, व्याकुलीकरणमेव ममत्वम् ।।१।।
શ્લોકાર્ધ :
જ્ઞાન, દર્શનના તરંગોના સરંગવાળોસરક્તા ભાવોના વિલાસવાળો, એવો આ ભગવાન આત્મા એક જ છે. અન્ય સર્વત્ર આત્માથી ભિન્ન એવું શરીર, સ્વજન, ધન-ધાવ્યાદિ સર્વ,” ઉપકલ્પિત છે મારું છે એ પ્રકારે કલ્પિત જ છે, આનું વ્યાકુળીકરણ જએક એવા આત્માનું વ્યાકુળીકરણ જ, મમત્વ છે અન્ય સર્વ પદાર્થોમાં ઉપકલ્પિત એવું મમત્વ છે. ||૧|| ભાવાર્થ :
પોતાનો આત્મા પારમાર્થિક કેવા સ્વરૂપવાળો છે અને વર્તમાનમાં પોતાને જે રૂપે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ કેવી છે તેના સ્વરૂપને ઉપસ્થિતિ કરવા અર્થે મહાત્મા વિચારે છે – જ્ઞાન-દર્શનરૂપ જે તરંગો અને તે તરંગોમાં સતત પ્રવર્તતો ભગવાન એવો આ મારો આત્મા એક જ છે. આ પ્રકારે વિચારીને મહાત્મા પોતાના આત્માને એકત્વભાવનાથી ભાવિત કરે છે કે જગતના સર્વ પદાર્થો વિદ્યમાન હોવા છતાં તે સર્વ પદાર્થો સાથે પારમાર્થિક રીતે પોતાને કોઈ સંબંધ નથી; કેમ કે દરેક દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં વર્તનારા છે. તેમ પોતાનો આત્મા કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વરૂપમાં વર્તનારો છે જે પોતાનું સ્વરૂપ સિદ્ધઅવસ્થામાં પ્રગટરૂપે છે અને સંસાર અવસ્થામાં કર્મના ઉદયને કારણે આત્માનું તે સ્વરૂપ ઘણું આવૃત થયું હોવા છતાં તેનો જ કંઈક અંશ વર્તમાનમાં વિદ્યમાન છે અને તે સ્વરૂપના બળથી જીવ પરાક્રમ કરે તો તેનાં આવારક કર્મોને દર કરીને પોતાનું જ્ઞાન, દર્શન રૂ૫ મુળ સ્વરૂપે પ્રગટ કરી શકે તેમ છે. આત્માના આ સ્વરૂપને પ્રગટ કરવાના અભિલાષથી જ મહાત્મા શ્રુતના બળથી તે સ્વરૂપને ઉપસ્થિત કરીને તે ભાવને પ્રગટ કરવા અર્થે વિચારે છે કે ગુણવાન એવો મારો આત્મા ખરેખર પરમાર્થથી કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વરૂપ જ છે, છતાં જ્ઞાનાવરણીયકર્મને કારણે અને દર્શનાવરણીયકર્મને કારણે મારી ઘણી જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ હણાયેલી છે અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ વિદ્યમાન જ્ઞાનશક્તિ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી પોતાના આત્મભાવોને છોડીને બાહ્યભાવોમાં વર્તે છે અને દર્શનમોહનીયકર્મના ઉદયથી પોતાની મૂળ પ્રકૃતિનું દર્શન જીવ કરી શકતો નથી અને બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષવાળી પોતાની પ્રકૃતિને જ પોતાની મૂળ પ્રકૃતિરૂપે જાણે છે. તેના નિવારણ અર્થે મહાત્મા ભાવન કરે છે કે આત્માથી ભિન્ન એવા દેહ, કર્મ, સ્વજનાદિ સર્વ સાથે પોતાનો સંબંધ છે એ ઉપકલ્પિત છે; કેમ કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની દર્શનશક્તિ વિપર્યાસવાળી હોવાથી આ સર્વ સાથે મારો અભેદ છે તેવી બુદ્ધિ થાય છે અને તેના કારણે તે સર્વ પદાર્થો