________________
શાંતસુધારસ ક્ષણિક સુખમાં જીવ રાગ કરે છે તેના કારણે મોહના પરિણામરૂપ મદિરાના મદથી ક્ષીણ થયેલી વૃત્તિવાળો જીવ બને છે. વળી જેઓ સંસારની વાસ્તવિક સ્થિતિનો વિચાર કરે છે, તેઓને જણાય છે કે જેને બાહ્ય કે અંતરંગ સંગ નથી એવા સિદ્ધના જીવોને સુધાદિ કોઈ દુઃખની અરતિ નથી. તેથી તેઓ કોઈ રીતે પીડાતા નથી અને તેને દૂર કરવા માટે તેમને કોઈ શ્રમ કરવો પડતો નથી. વળી સિદ્ધના જીવો અંતરંગ વિકારો વગરના છે. તેથી સદા સુખી છે માટે જેઓ દેહકૃત કે કર્મકૃત ઉપદ્રવ વગરના છે તે સદા સુખી છે અને સંસારીજીવોને જ્યારે અંતરંગ મોહના ઉપદ્રવો થાય છે ત્યારે તેને શમન કરવા માટે યત્ન કરીને જ્યારે
જ્યારે તે દુ:ખોનું ક્ષણિક શમન કરી શકે છે ત્યારે તેમાં રાગને ધારણ કરે છે. પરંતુ સર્વ દુઃખોના મૂળભૂત મોહને ઉન્મેલનમાં યત્ન કરતા નથી તેથી સર્વ દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે મોહના ઉન્માદનું વિષમ સ્વરૂપ વિચારીને મોહના ઉન્માદથી પર થવા માટે મહાત્મા સંસારના સ્વરૂપનું ભાવન કરે છે. જેથી સદા પોતાના શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ જ તેને સુખકારી જણાય છે અને તેમાં જ તેને રાગ થાય છે, જે રાગ મોહનું ઉમૂલન કરીને આત્મકલ્યાણનું પ્રબળ કારણ બને છે. Iકા શ્લોક -
दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं, कालबटुकोऽयमत्रैव रे ।।कलय० ७।।
શ્લોકાર્ય :
અહીં=સંસારમાં કંઈ પણ સુખ વૈભવને બતાવતો અથ ત્યાર પછી તેને સહસા જ સંહરણ કરતો આ કાલબટુક બાળકની જેમ જનને પ્રલોભન આપે છે. IITI ભાવાર્થ :
સંસારીજીવોને ચારગતિમાં પરિભ્રમણ કરતાં ક્યારેક ક્યારેક આ કાળબટુક મનુષ્યગતિમાં કે દેવગતિમાં સુખને અને વૈભવને આપે છે અને તેનો કાળ પૂરો થાય ત્યારે તેનું સંહરણ કરી લે છે. પરંતુ જીવને આ કાળબટુક સદા સુખી રહેવા દેતો નથી, છતાં જેમ લોકોને નાનું બાળક રમાડવામાં પ્રલોભન આપે છે તેથી બાળકને રમાડવાની વૃત્તિવાળા જીવો તે તે પ્રકારે બાળકને રમાડીને આનંદ લેવા પ્રયત્ન કરે છે તેમ સંસારીજીવોને જ્યારે જ્યારે સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તે જીવો તે તે ભોગોમાં લંપટ થાય છે જેથી પોતાનું હિત સાધી શકતા નથી. માટે આ કાળબટુકનું વિચિત્ર સ્વરૂપ ભાવન કરીને મહાત્માઓ સંસારથી આત્માને વિરકત કરવા યત્ન કરે છે. શા અવતરણિકા - પૂર્વમાં સંસારનું સ્વરૂપ બતાવ્યા પછી હવે હિતના અર્થી જીવે શું કરવું જોઈએ ? તે બતાવે છે -