________________
૩. સંસારભાવના-ગીત | શ્લોક-૫-૬
પ્રકારે ભાવન કરતાં નૃભવ=મનુષ્યભવ, શુભ શેષવાળા એવા હે જીવ ! તું ભવગતિની વિકૃતિનો અત્યંત ત્યાગ કર. IIII
ભાવાર્થ -
૪૩
મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ વારંવાર વિચારીને સંસારના ઉચ્છેદને અનુકૂળ દૃઢવીર્ય સંચય કરવા અર્થે ભાવન કરે છે કે વર્તમાનમાં જે પોતાનો પુત્ર છે તે પણ બીજા ભવમાં પોતાનો પિતા થાય છે. અને વર્તમાનનો પિતા પણ બીજા ભવમાં પોતાનો પુત્ર થાય છે. આ પ્રકારે સંસારની અનેક પ્રકારની વિચિત્રતાનું ભાવન કરે છે જેથી સ્વજનના સ્નેહનો પરિણામ શિથિલ થાય અને વિચારે છે કે આ મારો મનુષ્યભવ જે સાધનાને અનુકૂળ શુભશેષ છે તેને હું કઈ રીતે સફળ કરું કે જેથી ભવની ગતિની વિકૃતિનો ત્યાગ થાય અર્થાત્ ફ૨ી ભવની પ્રાપ્તિ ન થાય; કેમ કે સંસારનું સ્વરૂપ જ અત્યંત વિચિત્ર છે જેથી દરેક જીવો સાથે દરેક પ્રકારના સંબંધો પ્રાપ્ત કરીને જીવ ચારગતિઓમાં અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે. માટે લેશ પણ પ્રમાદ વગર ભવના ઉચ્છેદ માટે મારે દૃઢ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારે સંકલ્પ કરીને શક્તિ અનુસાર સદા આત્માને જિનવચનથી ભાવિત કરવા ઉદ્યમ કરે છે જેથી સુખપૂર્વક પુત્રાદિના સ્નેહના સંબંધોનો ત્યાગ કરીને સંસારનો ઉચ્છેદ કરી શકે. III
શ્લોક ઃ
यत्र दुःखार्तिगददवलवैरनुदिनं दह्यसे जीव रे । -
हन्त तत्रैव रज्यसि चिरं, मोहमदिरामदक्षीब रे । । कलय० ६ । ।
શ્લોકાર્થ -
જયાં=જે સંસારમાં, દુઃખની પીડાને કરનાર રોગરૂપ દાવાનળના લવથી હે જીવ ! તું સતત પીડાય છે. ખેદની વાત છે કે ત્યાં જ=તે સંસારમાં જ, મોહમદિરાના મદથી ક્ષીણ થયેલા એવા હે જીવ ! તું ચિરકાળ સુધી રાગ કરે છે. IIII
ભાવાર્થ:
સંસારથી ચિત્તને વિરક્ત કરવા મહાત્મા ભાવન કરે છે કે સંસારની અવસ્થામાં દુ:ખની પીડારૂપ રોગદાવાનલના તણખલા વારંવાર જીવને બાળનારા છે, તેનાથી જીવ સતત બળે છે; કેમ કે સંસારવર્તી જીવોનું જીવન પ્રાયઃ શાતા-અશાતાથી અનુવિદ્ધ હોય છે. અસ્ખલિત શાતાનો પ્રવાહ વર્તતો નથી. આથી જ શરીરનો શ્રમ, ક્ષુધા, તૃષાદિ અનેક પ્રકારની પીડાથી યુક્ત ભવ વર્તે છે. આમ છતાં, ક્ષુધાની પીડા થાય અને ભોજનની પ્રાપ્તિ થાય ત્યારે ક્ષુધાની પીડાને ભૂલીને તે ભોજનાદિમાં જ રાગ કરે છે. તે જ રીતે જે જે પ્રકારની શરીરની પીડાઓ ઉત્પન્ન થાય તે તે પ્રકારના પ્રતિકારને કરી ક્ષણિક સુખને પ્રાપ્ત કરે છે. આ