________________
૩. સંસારભાવના | શ્લોક-૪-૫
૩૯
કારણ છે અને જીવ નવા ભવનું આયુષ્ય દરેક ભવમાં એક વખત બાંધે છે અને કોઈક જીવની નિયતિ સારી હોય તો આયુષ્યબંધ કાળમાં જ તેને શુદ્ધભાવ પ્રગટે છે. કોઈક જીવને નિયતિ પ્રતિકૂળ હોય તો શેષકાળમાં ધર્મ કરનારો જીવ આયુષ્યબંધ વખતે પ્રમાદવાળો બને છે. જેથી ઉત્તરમાં અશુભ ભવ પ્રાપ્ત કરે છે તેથી નવા ભવના આયુષ્યબંધમાં નિયતિ પ્રધાન કારણ છે, તેથી કહ્યું કે નિયતિથી પ્રેરાઈને તે તે ભવમાં ભમે છે.
વળી, શ્લોકમાં કહ્યું કે જીવ ઘણાં કર્મોથી બદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી જીવ જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મથી ઘેરાયેલો છે. તે સર્વનું બીજ જીવમાં વર્તતો સંગનો પરિણામ છે અને તે સંગના પરિણામ કારણે આત્મા કર્મના તાંતણાથી બંધાય છે અને તેનાથી આત્મા વિશેષ યત્ન વગર છૂટી શકે તેમ નથી. વળી, સંસારી જીવ વિભ્રાંત ચિત્તવાળો છે એમ કહ્યું તેનાથી પ્રાપ્ત થાય કે તે કર્મથી યુક્ત એવા દેહમાં રહેલા પોતાના આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવા સમર્થ નથી. III
શ્લોક :
अनन्तान् पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् ।
अनन्तशो भ्रमत्येव, जीवोऽनादिभवार्णवे ।।५।। શ્લોકાર્ચ -
અનાદિ ભવરૂપી સમુદ્રમાં અનંત અનંત રૂપને ધારણ કરનાર એવો જીવ અનંતી વખતે અનંત પગલપરાવર્તી ભમે છે. પી. ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જીવ વિભ્રાંત ચિત્તવાળો થઈ સંસારમાં ભમે છે. તેથી હવે કેટલો કાળ સંસારમાં ભમે છે તે સ્પષ્ટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે દરેક જીવોનો આ ભવરૂપી સમુદ્ર આદિ વગરનો છે. તેથી દરેક જીવ અનાદિકાળથી આ ભવરૂપી સમુદ્રમાં વિદ્યમાન છે અને તે જીવો દરેક ભવમાં નવાં નવાં રૂપો ધારણ કરે છે. તેથી અનંતાનંત રૂપને ધારણ કરનારો સંસારી જીવ છે અને આ સંસારી જીવ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ એવું જે એક પુદ્ગલપરાવર્ત છે, તેવા અનંત અનંત=ઘણી મોટી સંખ્યાવાળા એવા, અનંત પુદ્ગલપરાવર્તે પણ એક બે કર્યા નથી પરંતુ અનંત અનંત વખત કર્યા છે. તેથી વિભ્રાંત ચિત્તને કારણે જીવ સંસારમાં અનંતકાળથી આ રીતે કદર્થના પામી રહ્યો છે. માટે વિવેકી જીવે વિભ્રમને દૂર કરીને જિનવચનનું દઢ અવલંબન લેવું જોઈએ. જિનવચનના પરમાર્થને જાણવું જોઈએ અને શક્તિ ગોપવ્યા વગર પોતાની ભૂમિકાનુસાર તે રીતે જિનવચનને સેવવું જોઈએ જેથી આ ચારગતિઓના પરિભ્રમણની કદર્થનાથી પોતે મુક્ત થાય અને શાશ્વત સુખને પામે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાના વિભ્રમને દૂર કરીને સન્માર્ગમાં દૃઢ ઉદ્યમ કરવા માટે બળનો સંચય કરે છે. પણ