________________
શાંતસુધારસ
( ૩. સંસારભાવના-ગીત શ્લોક :
कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे ।
मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे ।।कलय० १।। શ્લોકાર્ચ -
જન્મ, મરણાદિથી ભયભીત એવા હે જીવ! મોહ રિપુ વડે અહીં=સંસારમાં, ગળા સહિત પકડાયેલો, પ્રતિપદ વિપદને પ્રાપ્ત કરાયેલો તું સંસારને અતિદારુણ જાણ. III ભાવાર્થ :
આત્માને સંબોધીને ભાવન કરનાર પુરુષ કહે છે કે જન્મ, મરણ આદિથી ભયભીત થયેલા હે જીવ ! વળી, મોહરૂપી શત્રુ વડે ગળાથી પકડાઈને અનેક સ્થાને વિપદને પ્રાપ્ત કરાયેલા હે જીવ ! સંસારના અતિદારુણને તું જાણ. મૂઢની જેમ સંસારના પ્રવાહને ચલાવનાર એવી સંગની પરિણતિને વશ થઈને સંસારના પરિભ્રમણના અનર્થને તે પ્રાપ્ત કર નહીં અને સંસારના ઉચ્છેદરૂપ અસંગ-પરિણતિમાં તારું ચિત્ત સદા તત્પર રહે તેમ યત્ન કર; કેમ કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવામાં આવે તો અનાદિકાળથી વર્તતો પોતાનો સંસાર જન્મ, મરણ, રોગ, શોકથી આક્રાંત છે અને તેનાથી તું ભય પામેલો છે, છતાં દારુણ સ્વરૂપનો વિચાર કરતો નથી. તેથી ધર્મની પ્રવૃત્તિ કરવા છતાં પણ મોહની તન્દ્રામાં જ ધર્મની પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. વળી, આત્માને અત્યંત જાગ્રત કરવા અર્થે કહે છે કે સંસારમાં મોહરૂપી શત્રુ જીવને સદા ગળાથી પકડીને સ્થાને સ્થાને આપત્તિઓ આપે છે. આથી જ મોહને વશ જીવો સંસારના અનર્થથી પોતાનું રક્ષણ કરી શકતા નથી. માટે આવી અવસ્થાને પામેલા હે જીવ ! મોહની તદ્રામાંથી છૂટવા માટે સતત દઢ યત્ન કરે જેથી વિદ્યમાન એવા સંસારનો શીધ્ર ઉચ્છેદ થાય.III બ્લોક :
स्वजनतनयादिपरिचयगुणैरिह मुधा बध्यसे मूढ रे ।
प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ।।कलय० २।। શ્લોકાર્ચ - પ્રત્યેક સ્થાનમાં નવા નવા અનુભવોથી અને પરિભવોથી વારંવાર ઉપગૂઢ એવા હે જીવ ! સ્વજન, પુત્રાદિના પરિચયના ગુણોથી મૂઢ એવા હે જીવ! અહીં=સંસારમાં ફોકટ તું બંધાય છે. શા