________________
૩૮
શાંતસુધારસ સતત અભિલાષવાળા થાય છે અને પુણ્યના સહકારથી તે મળે ત્યારે હું સુખી છું તેવી બુદ્ધિ થાય છે. વસ્તુત: તે ઇચ્છા થઈ તે વખતે મોહની આકુળતારૂપ દુઃખ હતું, પછી શ્રમ કર્યો તે શ્રમ પણ દુ:ખરૂપ હતું, તેને મેળવવા માટે અને ભોગવવા માટે જે પ્રવૃત્તિ કરી તેનાથી જે પાપ બંધાયું તેનું ફળ ઘણા દુઃખની વિડંબનારૂપ છે તે સર્વની તુલનામાં કંઈક ઇચ્છાની પૂર્તિરૂપ મધુના બિંદુ જેટલું સુખ છે અને અનેક દુઃખોથી વેષ્ટિત હોવાથી પરમાર્થથી તે સુખ સુખાભાસ જ છે. III શ્લોક :
विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङ्गी ।
नुनो नियत्याऽतनुकर्मतन्तुसन्दानितः सत्रिहितान्तकौतुः ।।४।। શ્લોકાર્ચ -
નિયતિથી પ્રેરાયેલો, ઘણાં કર્મોના સમૂહથી બંધાયેલો, સમીપવર્તી છે મરણરૂપ કૌતુકબિલાડો, જેને એવા પક્ષીની જેમ શરીરરૂપી પાંજરામાં પુરાયેલો દેહધારી જીવ ખેદની વાત છે કે બિભ્રાંત ચિતવાળો ભમે છે ચારગતિઓમાં ભમે છે. III. ભાવાર્થ :
સંસારવર્તી જીવ દેહરૂપી પાંજરામાં પુરાયેલો છે. જેમ પક્ષીને કોઈ પાંજરામાં પૂરે તેમ જીવને ઘણા એવા જીવનાં કર્મ જીવને દેહરૂપી પાંજરામાં પૂરે છે. વળી, તે જીવ તેની નિયતિથી પ્રેરાયેલો છે તેથી તેની નિયતિ અનુસાર તે તે ભવનું આયુષ્ય બાંધે છે અને તે તે ભવમાં દેહરૂપી પાંજરામાં પુરાય છે. વળી, જીવ સંસાર અવસ્થામાં ઘણા કર્મના તાંતણાઓથી બંધાયેલો છે તેથી વર્તમાનનો ભવ નાશ થાય ત્યારે તે ભવરૂપી પાંજરામાંથી છૂટે છે, તોપણ સર્વથા મુક્ત થતો નથી પણ પ્રચુર કર્મોના તાંતણાથી બંધાયેલો હોવાથી નવા ભવરૂપી પાંજરામાં જાય છે. વળી નવા ભવમાં આયુષ્યની સમાપ્તિ સાથે મૃત્યુ નિયત છે. તેથી પ્રાપ્ત થયેલા ભવના નાશને કરનાર એવો મરણરૂપી બિલાડો વિદ્યમાન છે અર્થાત્ જેમ પક્ષીને બિલાડો પકડવા માટે સન્મુખ હોય ત્યારે તે પક્ષી સદા ભયમાં રહે છે. તેમ સંસારીજીવો જન્મ્યા પછી દેહરૂપી પાંજરામાં પુરાય છે ત્યારે મૃત્યરૂપી બિલાડો અર્થાતુ યમરાજરૂપી બિલાડો સદા તેની સન્મુખ છે. આવી ભયવાળી સ્થિતિમાં પણ સંસારી જીવ અન્ન એવા બાળકની જેમ ચિત્તવાળો થઈને દરેક ભવમાં ભમ્યા કરે છે પરંતુ કર્મના બંધનને તોડવા માટે કે પાંજરામાં પુરાવાની રુદ્ધ અવસ્થાથી મુક્ત થવા માટે કોઈ યત્ન કરતો નથી. માત્ર વિભ્રમ ચિત્તવાળો થઈને ચારગતિમાં ભમ્યા કરે છે. આવી વિષમ અવસ્થાવાળી સંસાર-અવસ્થાનું સમાલોચન કરીને તેનાથી મુક્ત થવા માટે યત્ન કરવો જોઈએ એ પ્રકારે મહાત્મા ભાવન કરે છે.
અહીં કહ્યું કે નિયતિથી પ્રેરાયેલો જીવ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જીવ જે કાંઈ કૃત્ય કરે છે તેમાં પાંચેય કારણો વિદ્યમાન છે તોપણ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તેમાં આયુષ્યકર્મનો બંધ પ્રધાન