________________
*
૩૬
શાંતસુધારસ શ્લોક :
गलत्येका चिन्ता, भवति पुनरन्या तदधिका, मनोवाक्कायेहाविकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते, झटिति पतयालोः प्रतिपदं,
न जन्तोः संसारे, भवति कथमप्यतिविरतिः ।।२।। શ્લોકાર્ચ -
એક ચિંતા મળે છે. વળી, તેનાથી અધિક અન્ય ચિંતા થાય છે. મન, વાણી અને કાયાની ઈહા=ઈચ્છા, તેની વિકૃતિ અને તેના કારણે રતિ અને રોષથી ગ્રહણ કરાયેલા કર્મરાજવાળા પ્રતિપદપ્રત્યેક સ્થાનને આશ્રયીને, વિપડ્ઝર્તાવર્તિમાં શીઘ પડવાના સ્વભાવવાળા જીવની સંસારમાં કોઈપણ રીતે અરતિની વિરતિ પીડાની નિવૃત્તિ થતી નથી. III ભાવાર્થ :
સંસારીજીવોને બાહ્ય પદાર્થ વિષયક એક ઇચ્છા થાય ત્યારે તે ઇચ્છાથી પીડિત હોય છે અને તે ઇચ્છાને શાંત કરવા માટે શ્રમ કરીને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે ત્યારે એક ઇચ્છા=એક ચિંતા, ગળે છે=શાંત થાય છે, વળી તે જ વસ્તુની ઇચ્છા તેનાથી અધિક થાય છે અર્થાત્ પૂર્વમાં હતી તેનાથી તે વસ્તુની ઇચ્છા અધિક રાગયુક્ત બને છે; કેમ કે પૂર્વમાં આ વસ્તુ મારા સુખનું સાધન છે તેવો સામાન્ય બોધ હતો અને તે વસ્તુના ઉપભોગકાળમાં જે મીઠાશનો અનુભવ થયો તેના કારણે તેના પ્રત્યેના અધિક આકર્ષણના સંસ્કારોનું આધાન થાય છે. તેથી બીજી વખત તેની અધિક ઇચ્છા થાય છે. આથી જ વ્યસન સેવનારને તે વ્યસનનો રાગ પ્રતિદિન વધતો જાય છે તેમ સ્પષ્ટ અનુભવસિદ્ધ છે. તેથી સંસારી જીવોને મન સંબંધી ઇચ્છા, વાણી સંબંધી ઇચ્છા અને કાયા સંબંધી ઇચ્છાની વિકૃતિ સદા વર્તે છે તેથી તેઓ તે ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરીને રતિ અને રોષ કરે છે અને તેના કારણે કર્મરજથી સતત ખરડાય છે. આશય એ છે કે કેટલીક ઇચ્છા મનના વિકલ્પરૂપ જ થાય છે અને તે પ્રકારે વિકલ્પ કરીને તે રતિના સુખને અનુભવે છે અને કેટલીક ઇચ્છા મનની ભાવિની વ્યર્થ ચિંતા કરીને અરતિથી અર્થાતુ રોષથી થાય છે. વળી, કેટલાક જીવો તે તે પ્રકારની વાતો કરવા દ્વારા આનંદ લેવાની વૃત્તિવાળા છે અને તે ઇચ્છાનુસાર તે તે પુરુષો સાથે વાતો કરીને રતિનો અનુભવ કરે છે તો વળી, કેટલીક વખત તે તે વ્યક્તિ સાથે તે તે પ્રકારની વાતો કરવાની અનિચ્છાવાળા હોય છે અને તેના કારણે જો તેઓ તે પ્રકારે વાતો કરે ત્યારે રોષનો અનુભવ થાય છે. વળી, કેટલાક જીવોને કાયા સંબંધી ખાવાની, પીવાની, હરવાની, ફરવાની ઇચ્છાઓ થાય છે અને તે ઇચ્છાની વિકૃતિથી તે તે પ્રકારનું કૃત્ય કરીને રતિનો અનુભવ કરે છે અને પોતાના ધાર્યા પ્રમાણે કૃત્ય ન કરી શકે કે વિપરીત સંયોગ પ્રાપ્ત થાય તો રોષ કરે છે અને તેનાથી કર્મોને બાંધીને સંસારીજીવો દરેક સ્થાને વિપત્તિના ગર્તામાં પડવાના સ્વભાવવાળા છે; કેમ કે તે તે નિમિત્તો અનુસાર કર્મબંધ કરી તે તે કર્મોને અનુકૂળ દુષ્ટ