________________
૨. અશરણભાવના-ગીત | શ્લોક-૨-૩
૨૯
મૃત્યુને પામે છે. જેમ મોટું માછલું નાના માછલાને ગળી જાય છે તેમ સૈન્યથી સુરક્ષિત એવા પણ રાજાને તેનાથી બળવાન એવો યમરાજા ગળી જાય છે તેથી સંસારમાં કોઈ સુરક્ષિત નથી. માટે હે કર્મના વિનયના અર્થી એવા આત્મા, આત્માને કર્મથી સુરક્ષિત બનાવે એવા જિનધર્મનું તું શરણ સ્વીકાર અને ભગવાનના ધર્મથી તે રીતે આત્માને સતત વાસિત ક૨, જેથી મૃત્યુ પણ તારા માટે દીનતાનું કારણ ન બનતાં ઉત્સવરૂપ જ બને. IIII
શ્લોક ઃ
प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने ।
तदपि न मुञ्चति हतसमवर्ती, निर्दय पौरुषनर्ती । । विनय० ३ ||
શ્લોકાર્થ :
મૃત્યુથી રક્ષણ કરવા માટે કોઈ વજમય ગૃહમાં પ્રવેશ કરે અથવા દીનતાને કારણે મૃત્યુથી રક્ષણ કરવા માટે મુખમાં તૃણને ગ્રહણ કરે તોપણ હતસમવર્તી=બધા જીવોને હણવા માટે સમાન પરિણામવાળો, નિર્દય એવો પૌરુષનીં=યમરાજ, કોઈને મૂકતો નથી. II3II
ભાવાર્થ =
શત્રુથી પોતાનું રક્ષણ કરવા કોઈ જીવ વજ્રમય ગૃહ કરે અને તેમાં પ્રવેશ કરે જેથી તેને મારવા માટે તત્પર થયેલ શત્રુ પણ તેને મારી શકે નહીં. વળી, કોઈ રાજા યુદ્ધભૂમિમાં બલવાન રાજાથી પરાજય પામે ત્યારે તે બલવાન રાજા પોતાને મારે નહીં માટે દીનતા ધારણ કરીને પોતાના મુખમાં તૃણને ધારણ કરે છે. અને તે પ્રકારની દીનતાને જોઈને રાજનીતિ અનુસાર બલવાન રાજા પણ તેને છોડી દે છે. પરંતુ બધાને હણવા માટે સમાન રીતે તત્પર થયેલ અને સંસારીજીવોને મારવા માટે પ્રવૃત્ત થયેલ એવો નિર્દય યમરાજ કોઈને મૂકતો નથી=વજમય ઘ૨માં ૨હેલા જીવને પણ મારી નાખે છે. અને મુખમાં તણખલાને ધારણ ક૨ના૨ને પણ મારી નાખે છે. તેથી મૃત્યુથી કોઈ પોતાનું રક્ષણ કરી શકતું નથી. આવી અશરણ અવસ્થાવાળા સંસારીજીવોને પણ ભગવાનનું વચન શરણ બને છે. જેઓ ભગવાનના વચનથી પોતાના આત્માને ભાવિત કરે છે તેઓને આત્માનો વીતરાગભાવ જ સાર જણાય છે અને તેથી ભગવાનના વચનનું દૃઢ અવલંબન લઈને વીતરાગતાના કારણીભૂત સમભાવમાં જ યત્ન કરે છે. આવા મહાત્માઓ મૃત્યુકાળમાં જીવન-મૃત્યુ પ્રત્યે સમાન પરિણામવાળા અને સમભાવમાં બદ્ધરાગવાળા હોય છે તેથી તે મહાત્માને યમરાજ મૃત્યુ આપે છે તે પણ તેમના માટે ઉત્સવરૂપ જ બને છે; કેમ કે સમભાવના પરિણામથી તે મહાત્મા મૃત્યુ પામીને પણ આનાથી અધિક શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત ક૨શે જ્યાં અધિક અધિક ધર્મને સેવીને ક્રમસર સર્વકર્મ રહિત અવસ્થાને પ્રાપ્ત કરશે. આ રીતે સંસારની અશરણ અવસ્થાનો વિચાર કરીને દૃઢ અવલંબનપૂર્વક ભગવાનના ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ. II3II