________________
૨. અશરણભાવના-ગીત / બ્લોક-૮ કર અને મમતાના સંગનો ત્યાગ કર=બાહ્ય પદાર્થો પ્રત્યેના મમત્વભાવના સંગનો ત્યાગ કર, અને મોક્ષસુખના નિધાનરૂપ શાંતસુધારસનાં પાનને તું કર. IIII ભાવાર્થ :
અશરણભાવનાથી ભાવિત થયેલા મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે હે કર્મનાશના અર્થી એવા જીવ ! તું દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના અંગવાળા એક ધર્મનું શરણ કર અર્થાત્ તારી શક્તિને ગોપવ્યા વગર તે ચાર પ્રકારના ધર્મનું સેવન કર અને અસાર એવા બાહ્ય પદાર્થોમાં કે દેહમાં મમતાના સંગનો ત્યાગ કર; કેમ કે બાહ્ય પદાર્થો કે દેહ જે સુખ આપી શકે છે તેના કરતાં આત્મામાં પ્રગટ થયેલો ધર્મ ચિરકાળ સુધી સદા સુખની પરંપરાની પ્રાપ્તિનું કારણ છે. વળી, તે ધર્મના સેવનથી કષાયોનું શમન થવાથી શાંતરસરૂપી અમૃતરસનું પાન તને પ્રાપ્ત થશે જે મોક્ષસુખનું કારણ છે; માટે પ્રમાદ કર્યા વગર તે રીતે તું ધર્મનું સેવન કર કે જેથી શાંતરસરૂપી અમૃતરસનું પાન થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા માત્ર કાયિક ક્રિયા કરવાની મનોવૃત્તિનો પરિહાર કરીને આત્મામાં શાંતરસ પ્રગટ થાય તેવા ઉચિત્ત ધર્મઅનુષ્ઠાનના સેવન માટે પોતાને ઉત્સાહિત કરે છે. IIટા
// બીજો પ્રકાશ પૂર્ણ II