________________
૩૨
સંતસુધારસ જેથી ધર્મથી ભાવિત થયેલું ચિત્ત જ આત્માનું રક્ષણ કરી શકે; કેમ કે ભાવિત થયેલા ચિત્તને શરીરની વિષમ સ્થિતિ પણ વિહ્વળ કરતી નથી અને ઉત્તમ ચિત્તના બળથી તે સદા સુખી રહે છે અને સતિની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આવા શ્લોક :उद्यत उग्ररुजा जनकायः, कः स्यात्तत्र सहायः ।
एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ।।विनय० ७।। શ્લોકાર્ચ -
મનુષ્યની કાયા ઉધત ઉગ્ર રોગવાળી=પ્રગટ થયેલા તીવ્ર રોગવાળી, થાય તે કાળમાં કોણ સહાય થાય? અર્થાત્ કોઈ સહાય થઈ શકે નહીં. એક ચંદ્ર ઉપરાગને અનુભવે છેઃરાહુ ક્યારે તેને ગ્રહણ કરે છે, ત્યારે ચંદ્ર ઉપરાગનો અનુભવ કરે છે પરંતુ કોઈપણ એનો ભાગ લેતું નથી. છતાં
ભાવાર્થ :
ચંદ્ર ઉપર રાહુ નક્ષત્ર આવે છે ત્યારે ચંદ્ર ઉપરાગને અનુભવે છે. તે ઉપરાગનો થોડોક પણ ભાગ અન્ય કોઈ ગ્રહણ કરતું નથી પરંતુ ચંદ્રને જ તે ઉપરાગનો અનુભવ થાય છે. આ પ્રકારના લોકપ્રસિદ્ધ દષ્ટાંતના બળથી મહાત્મા વિચારે છે કે જ્યારે મનુષ્યની કાયામાં ઉગ્ર રોગો પ્રગટ થાય છે ત્યારે રોગોની પીડાનો ભાગ કોઈ લઈ શકતું નથી પરંતુ તે મનુષ્યને સ્વયં જ સહન કરવું પડે છે અને રોગને મટાડવા માટે સ્વજન આદિ કે વૈદ્યો આદિ ગમે તેટલો યત્ન કરે તો પણ તેના રોગને તેઓ મટાડી શકતા નથી કે તે પીડામાં તેને કોઈ સહાય કરતું નથી. આ પ્રકારે વિચારકને પ્રત્યક્ષ દેખાય છે તેથી પોતે તદ્દન અશરણ છે. માટે પોતાની અશરણ અવસ્થાનું ભાન કરીને સર્વ આપત્તિમાં શરણભૂત ભગવાનના વચનથી ભાવિત થવું જોઈએ જેના બળથી ભાવિત થયેલા ચિત્તને કારણે સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય અને સર્વ ઉપદ્રવથી રહિત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ થાય. આ રીતે પોતાના આત્માને ભાવિત કરીને મહાત્મા સદ્ધર્મને સેવવા માટે સદા દઢ ઉત્સાહવાળા થાય છે. IIછા શ્લોક :
शरणमेकमनुसर चतुरङ्गं परिहर ममतासङ्गम् । विनय ! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ।।विनय० ८।। શ્લોકાર્ચ - હે વિનયકર્મના વિનયના અર્થી જીવ, ચાર અંગવાળા એવા એક ધર્મનું તું શરણ અંગીકાર