________________
૩૧
૨. અશરણભાવના-ગીત | શ્લોક-૫-૬
પવનનો રોધ કરે અને વિચારે છે કે મારું આયુષ્ય આટલા શ્વાસોચ્છ્વાસ પ્રમાણ અને હું પવનનો રોધ કરીશ તો મારા શ્વાસોચ્છવાસ લેવાની પ્રવૃત્તિ બંધ થવાથી મારું મૃત્યુ થશે નહીં તોપણ જરારૂપ શત્રુ તેને અવશ્ય જર્જરિત કરીને તેનો વિનાશ કરે છે. પવનને સ્થિર ક૨વા માત્રથી પૂર્ણ થતા આયુષ્યને અટકાવી શકાતું નથી. વળી, જરારૂપ શત્રુથી પોતાનું રક્ષણ કરવા માટે દરિયાની પેલી પાર જાય તોપણ જરા તેની પાછળ આવે છે અને જરાને પામીને તેનું શરીર અવશ્ય જીર્ણ થાય છે. વળી, કોઈક વિચારે છે કે આ જરારૂપ શત્રુ મારો વિનાશ કરે તેના પૂર્વે હું શીઘ્ર ગતિથી પર્વતના શિખર ઉપર જઈને બેસું, જેથી જરા મને પ્રાપ્ત કરી શકે નહીં તોપણ પર્વત ઉપર જનારા પુરુષને જરા છોડતી નથી પરંતુ ઉચિત કાળે જરાની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને તેનાથી અવશ્ય તેના દેહનો નાશ થાય છે. આ સંસારમાં દેહધારી જીવો અશરણ છે તેના રક્ષણનો ઉપાય એક ભગવાનનું વચન છે આ પ્રકારે ભાવન કરીને ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને આત્મામાં સ્થિર કરવા માટે મહાત્માઓ પોતાના આત્માને મહાપરાક્રમવાળો બનાવે છે. અનાદિકાળથી જ્વે સંસારના ભાવો કર્યા છે માટે જિનવચનથી ભાવિત થવું તેના માટે અતિદુષ્કર છે તોપણ તે સિવાય જીવ માટે અન્ય કોઈ ત્રાણ નથી. આ પ્રકારે વિચારીને શરણ કરવા યોગ્ય એવા જિનધર્મ પ્રત્યે વીર્ય ઉલ્લસિત થાય તે રીતે મહાત્માઓ વારંવાર અશરણભાવનાથી આત્માને ભાવિત
કરે છે. પા
શ્લોક ઃ
सृजतीमसितशिरोरुहललितं मनुजशिरः सितपलितम् ।
को विदधानां भूघनमरसं, प्रभवति रोद्धुं जरसम् । । विनय० ६ । ।
શ્લોકાર્થ ઃ
અસિત-કાળા, શિરોરુહ=વાળ, એનાથી લલિત=સુંદર, એવું મનુષ્યનું શિર=મસ્તક, સતપલિત=સફેદ વાળવાળું, કરતી ભુઘનને=દેહને, અરસ કરતી એવી જરાને રોધ કરવા માટે કોણ સમર્થ થાય અર્થાત્ કોઈ સમર્થ થાય નહીં. 19
ભાવાર્થ :
મહાત્મા પોતાની અશરણ અવસ્થાનું સ્મરણ કરવા અર્થે ભાવન કરે છે કે યૌવનકાળમાં મસ્તક ઉપર શોભતા કાળા વાળ મનુષ્યના દેહને સુશોભિત દેખાડે છે તે વાળોને જરા=વૃદ્ધાવસ્થા સફેદ કરે છે. વળી મનુષ્યનો સુંદર દેહ ૨સ વગરનો કરે છે. તે પ્રકારે દેહને રસ વગરના કરતી જરાને રોકવા માટે કોણ સમર્થ થાય ? અર્થાત્ કોઈ સમર્થ નથી. માટે તેના બળથી પોતે સુખી છે તેમ ભાવન કરીને જેઓ જીવે છે તેઓ તદ્દન અશરણ છે; કેમ કે જરા જ્યારે તેઓનો નાશ કરશે ત્યારે તદ્દન અસહાય એવા તેઓ દીન થશે અને મૃત્યુ પામીને દુર્ગતિમાં જશે. માટે આ સ્થિતિમાં મહાત્માએ સર્વ ઉદ્યમથી ધર્મનું શરણું સ્વીકારવું જોઈએ