________________
૨૮
શાંતસુધારસ હોય છે, પ્રીતિરસથી અભિરામ હોય છે તે જીવ પ્રત્યે પ્રીતિના અતિશયથી લાગણીવાળો હોય છે, છતાં મરણદશાને વશ પામેલા એવા તે જીવનું કોઈપણ રક્ષણ કરતું નથી. માટે હેવિનય =કર્મના વિનયના અર્થી એવા હે જીવ!, તું જિનધર્મનું શરણ સ્વીકાર અને શુચિતર એવા ચારિત્રના સ્મરણનું અનુસંધાન કર. |૧| ભાવાર્થ:
મહાત્મા પોતાની અશરણ અવસ્થાને ભાવન કરવા માટે વિચારે છે કે સંસારમાં પુણ્યશાળી જીવોના સ્વજનનો સમુદાય બહુધા તેના હિતની કામનાવાળો હોય છે. તેથી તે પુણ્યશાળી જીવને સર્વ પ્રકારે અનુકૂળતા કરવા માટે સદા ઉદ્યમ કરે છે. વળી તે સ્વજનવર્ગ પ્રીતિના રસથી તે જીવને આલાદ કરે તેવો હોય છે તેથી તે જીવને પણ તે સ્વજનો પ્રત્યે આત્મીયતા બુદ્ધિ વર્તે છે. પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું પર્યાલોચન કરનારા મહાત્માઓ વિચારે છે કે જીવ જ્યારે મરણદશાને વશ પ્રાપ્ત થાય છે ત્યારે આવો સ્વજનવર્ગ પણ મૃત્યુથી તેનું રક્ષણ કરી શકતો નથી. માટે સ્વજનની હૂંફથી જીવવું તે મૂઢતા જ છે, તો કઈ રીતે પોતે સુરક્ષિત બને. તેથી કહે છે કે કર્મના વિનયના અર્થી જીવ ! તું જિનધર્મનું શરણ સ્વીકાર અને તેનાથી સુરક્ષિત બન; કેમ કે કર્મને પરવશ જ સંસારીજીવો સર્વ વિડંબના પ્રાપ્ત કરે છે, અને જેઓ કર્મથી મુક્ત થયા છે તેઓને આ પ્રકારે અશરણતા ક્યારેય પ્રાપ્ત થતી નથી. જીવ જ્યારે કર્મવશ હોય છે ત્યારે અશરણરૂપે જ મૃત્યુ પામવું પડે છે. તે વખતે જીવ માટે ભગવાનનો ધર્મ જ શરણ છે અને ભગવાનનો ધર્મ તેને જિનતુલ્ય થવા માટે સતત પ્રેરણા કરે છે. તેથી મહાત્મા જિનતુલ્ય થવાના ઉપાયભૂત જિનવચનથી આત્માને ભાવિત કરીને જિનધર્મનું શરણ લેવા યત્ન કરે છે અને વળી, વિચારે છે કે જીવ માટે અતિ પવિત્રતર એવો દશ પ્રકારનો યતિધર્મ છે તેનું તું સ્મરણ કર જેથી તેનાથી ભાવિત થયેલું ચિત્ત સદા સંસાર અવસ્થામાં પણ જીવને સુરક્ષિત રાખે. ITI શ્લોક -
तुरगरथेभनरावृतिकलितं, दधतं बलमस्खलितम् ।
हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ।।विनय० २।। શ્લોકાર્થ :
ઘોડા, રથ, હાથીઓ, મનુષ્યોની આવૃતિથી સમૂહથી કલિત અખલિત બળને ધારણ કરતા એવા નરપતિને પણ યમ હરણ કરે છે. જેમ મોટું માછલું નાના માછલાને ગળી જાય. માટે હે વિનય! તું જિનધર્મનું સ્મરણ કર. Ill ભાવાર્થ
કોઈ મોટો રાજવી હોય અને મોટી સેનાને અસ્મલિત ધારણ કરતો અને તેના બળથી તે વિચારે કે હું વિશાળ સૈન્યના બળથી સુરક્ષિત છું તેવા પણ રાજાને યમરાજા જ્યારે હરણ કરે છે ત્યારે તે દીનની જેમ