________________
૨૬
શાંતસુધારસ ભાવિત કરવા યત્ન કરે છે. જેનાથી ક્યારેય દીનતાને પામતા નથી અને મૃત્યુકાળે પણ અદીનભાવથી સમભાવમાં રહી શકે છે. શા શ્લોક :
प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्र्व्यग्रहणविषये बान्धवजनै
जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ।।३।। શ્લોકાર્ચ -
કીનાશથી મૃત્યુથી, પોતાના અત્યંત વશને પ્રાપ્ત કરાયેલો જન હોતે છતે, પ્રતાપોથી વ્યાપન્ન થાય છે તે પુરુષ પ્રતાપોથી રહિત થાય છે, ઉદિત એવા તેજોથી ગલિત થાય છે, ઘેર્યના ઉધોગોથી રહિત થાય છે, પુષ્ટ શરીરથી શિથિલ થાય છે અને તેના દ્રવ્યગ્રહણ વિષયમાં બાંધવજનો વડે પ્રવૃત્ત થવાય છે. Imall ભાવાર્થ :
મૃત્યુ જ્યારે જીવને પોતાને વશ કરે છે ત્યારે મૃત્યકાળમાં તે પુરુષ પોતાના પ્રતાપશક્તિથી ક્ષીણ થાય છે; કેમ કે જેઓ માત્ર પુદ્ગલના બળથી પોતે પ્રતાપવાળા થયા છે તેવા તુચ્છ પ્રકૃતિવાળા જીવો મૃત્યકાળમાં પોતાનો પ્રતાપ બતાવવા અસમર્થ હોવાથી દીન બને છે. ફક્ત જેઓએ ભગવાનનું શરણ સ્વીકાર્યું છે અને મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરીને સતત સમભાવના પરિણામને સેવ્યો છે તેવા ધીરપુરુષો જ મૃત્યકાળમાં અધિક પ્રતાપવાળા બને છે. આથી જ જેઓ ધર્મપરાયણ માનસવાળા છે તેઓ મૃત્યકાળમાં મહાબલિષ્ઠ થઈને મોહની સામે પોતાનું વીર્ય ફોરવે છે. જેથી મૃત્યુ પણ તેમને દાન કરવા માટે સમર્થ બનતું નથી. વળી, સામાન્ય સંસારીજીવો મૃત્યુને પરવશ થાય છે ત્યારે તેઓનું ઉદિત તેજ તે વખતે ગલિત થાય છે; કેમ કે પૌલિક શક્તિના બળથી જ તેઓ ઉદિત તેજવાળા હતા. શરીર, બળ, બુદ્ધિ, ચાતુર્યાદિને કારણે સદા માનતા હતા કે જગતમાં પ્રયત્નથી કંઈ અસાધ્ય નથી અને તેથી મહાપરાક્રમાદિ કરીને ધનસંચયાદિ કરતા હોય છે. પરંતુ મૃત્યકાળમાં તેઓનું તે પ્રકારનું સર્વ તેજ ગળી જાય છે. જ્યારે મહાત્માઓ સંસારમાં પોતાની અશરણ સ્થિતિનું ભાવન કરીને જિનવચનને શરણાગત છે અને તેથી જિનવચનથી આત્માને સદા ભાવિત કરે છે. તેઓ મૃત્યકાળમાં વિશેષથી ઉદિત તેજવાળા બને છે; કેમ કે સંસારના વાસ્તવિક સ્વરૂપના જાણનારા તેઓ વિચારે છે કે મૃત્યકાળમાં કરાયેલો અપ્રમાદ સમભાવની વૃદ્ધિ દ્વારા અવશ્ય ઉત્તરના ઉત્તમ જન્મની પ્રાપ્તિ કરાવે છે. માટે લેશ પણ દીનતાને ધારણ કર્યા વગર મહાસુભટની જેમ મોહનો નાશ કરવા માટે અંતરંગ પ્રયત્ન કરે છે. તેથી મૃત્યકાળમાં વિશેષથી ઉદિત