________________
૧૪
શાંતસુધારસ એવી આત્માની સ્વસ્થ અવસ્થા જ બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને છે. માટે મૂઢતાનો ત્યાગ કરીને અને જગતના પદાર્થોની અનિત્યતાનું ભાવન કરીને આત્માને સદા તે રીતે વાસિત કરવો જોઈએ, જેથી પોતાનો આત્મા સદા નિર્વિકારી સુખની પ્રાપ્તિના જ ઉચિત ઉપાયોને સેવનારો બને. શ્લોક :प्रातर्धातरिहावदातरुचयो, ये चेतनाचेतनाः, दृष्टा विश्वमनःप्रमोदविदुरा, भावाः स्वतः सुन्दराः ।। तांस्तत्रैव दिने विपाकविरसान्, हा नश्यतः पश्यत
श्चेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ।।३।। શ્લોકાર્ય :
હે ભ્રાત હે આત્મબંધુ, તું વિચાર કર. પ્રાતઃકાળમાં અહીં=સંસારમાં, અવદાત રુચિવાળા=સુંદર સ્વરૂપવાળા, ચેતન અચેતન એવા ભાવો વિશ્વના મનને પ્રમોદને કરનારા સ્વતઃ સુંદર જે જોવાયા ફળથી વિરસ-પણાવાળા તે જ દિવસમાં તે ભાવોને નાશ પામતા જોતું પ્રેતથી હળાયેલું મારું ચિત્ત ભવના પ્રેમના અનુબંધને ત્યાગ કરતું નથી=અસાર એવા બાહ્ય ભાવોના રાગને ત્યાગ કરતું નથી, તે મારી મૂઢતા છે. IBIL ભાવાર્થ
અનિત્યભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને કહે છે હે બંધુ ! એવા આત્મા ! તું વસ્તુસ્થિતિને જો કે જે ભાવો સવારના પહોરમાં સુંદર દેખાઈ રહ્યા છે અને તે ભાવો ચેતનમાં અને અચેતનમાં પણ છે; કેમ કે ચેતન એવા કોઈ રૂપસંપન્ન વ્યક્તિને જોવાથી તે ભાવો અત્યંત સુંદર દેખાય છે અને અચેતન એવા પણ કુદરતના ભાવો સુંદર દેખાય છે. જેને જોઈને જગતના જીવો મોહ પામે છે. આમ છતાં તે ચેતનના ભાવો કે અચેતનના ભાવો અત્યંત અનિત્ય હોવાથી કેટલાક તે દિવસે સાંજના નષ્ટ જેવા દેખાય છે. વળી, કેટલાક ભાવો કંઈક કાળ પછી નષ્ટ જેવા દેખાય છે. આથી જ કોઈક રૂપસંપન્ન વ્યક્તિ પણ કુષ્ઠ આદિ રોગ થાય ત્યારે નષ્ટ રૂપવાળો દેખાય છે. આ પ્રકારે જગતના સર્વ ભાવો ક્ષણમાં સુંદર અને ક્ષણમાં અસુંદર થતા પ્રત્યક્ષથી દેખાઈ રહ્યા છે. છતાં અસાર એવા ભાવો ભવનાં કારણ છે તેમ જાણવા છતાં તેના પ્રત્યેનો રાગ આ મારું ચિત્ત છોડી શકતું નથી તેથી સતત બાહ્ય પદાર્થોને જોવાની ઉત્સુકતા જીવમાં શાંત થતી નથી. આથી જ આત્માના શાંતરસના ભાવો કે વીતરાગતાના ભાવો સદા શાશ્વત સુંદર રહેનારા છે. છતાં તેના પ્રત્યે પણ ચિત્ત સ્થિર થતું નથી. તે જ જીવની મૂઢતા છે. વસ્તુતઃ જે સુંદર ભાવો સદા શાશ્વત સુંદર છે અને તેના પ્રત્યેનો પ્રેમનો અનુબંધ તેવા પ્રકારની ભાવોની પ્રાપ્તિનું કારણ છે એવું જેને જ્ઞાન હોય તેવા મહાત્માઓને તો સદા તે ભાવો પ્રત્યેનો જ પ્રેમ થાય છે. આથી જ જે