________________
૧. અનિત્યભાવના | શ્લોક-૨
૧૩
સંપત્તિઓ આપત્તિઓ સાથે જોડાયેલી છે. આથી જ પ્રાપ્ત થયેલી સંપત્તિ ચોરાદિથી ગ્રહણ થાય છે, પ્રાપ્ત થયેલું સુંદર રૂપ રોગથી નાશ પામે છે, પ્રાપ્ત થયેલી બાહ્ય સુંદર સામગ્રી ગમે ત્યારે ગમે તે નિમિત્તે નાશ પામે છે તે વખતે જે સંપત્તિ સુખરૂપ દેખાતી હતી તે સંપત્તિના વિનાશથી જીવ દુઃખી દુઃખી થાય છે. તેથી આવી અસાર સંપત્તિ પ્રત્યેના રાગને છોડીને પોતાના શાશ્વત સુખના કારણીભૂત અંતરંગ સંપત્તિ પ્રત્યે રાગને કેળવવા બુદ્ધિમાન પુરુષ યત્ન કરે છે. વળી, વિચારે છે કે સંસારીજીવોને પાંચેય ઇન્દ્રિયોના દેખાતા વિષયો સુખનાં સાધનો દેખાય છે. પરંતુ સંધ્યાકાળે મેઘધનુષ્ય આદિ થાય અને દેખાવમાં સુંદર દેખાય તોપણ તે સુંદર દેખાવ ક્ષણભરમાં નાશ પામે છે. તેના જેવા પાંચેય ઇન્દ્રિયોના વિષયો ચપળ છે. તેથી તેવા અસાર ઇન્દ્રિયોના વિષયોના રાગથી સુખ મેળવવા માટે યત્ન કરનારને અંતે દુઃખની પરંપરાની જ પ્રાપ્તિ થાય છે. માટે ઇન્દ્રિયોના વિકાર વગરના સ્વાસ્થ્યના સુખની પ્રાપ્તિ માટે નિર્વિકારી એવા ઉત્તમપુરુષની ભક્તિ કરીને હું નિર્વિકારી થવા ઉદ્યમ કરું. જેથી ઇન્દ્રિયોના વિકારી સુખની આસ્થાથી દુઃખી થવાનો પ્રસંગ ન આવે અને તે સુખ માટે કરાયેલા આરંભ-સમારંભજન્ય દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય નહીં. એ પ્રકારે જે મહાત્મા વારંવાર ભાવન કરે છે, અને સદા તેવા ભાવોથી ચિત્તને વાસિત કરવા યત્ન કરે છે, તેવા જીવોનું ચિત્ત પૂર્વમાં જે ઇન્દ્રિયોના વિકારવાળું હોય છે તે પ્રસ્તુત ભાવનાના બળથી નિર્વિકારી અવસ્થા પ્રત્યેના રાગના અતિશયવાળું થાય છે. વળી, સંસારીજીવોને મિત્ર, સ્ત્રી, સ્વજનના સંગમમાં સુખની પ્રતીતિ થાય છે. વસ્તુતઃ તે સુખ સ્વપ્નમાં જોયેલા પદાર્થના જેવું છે અથવા ઇન્દ્રજાળ જેવું છે; કેમ કે પોતાના આત્માથી ભિન્ન એવા મિત્રમાંથી કે સ્ત્રી આદિમાંથી કોઈ ભાવ નીકળીને પોતાના આત્મામાં પ્રવેશ પામતો નથી. પરંતુ સ્વપ્નમાં દેખાયેલા પદાર્થોનું સુખ સ્વપ્નકાળમાં જણાય છે. તેમ તત્ત્વને જોવામાં અપ્રવૃત્ત એવા મોહની નિદ્રામાં સૂતેલા જીવોને મિત્ર, સ્વજનાદિના સંગમમાં સુખ જણાય છે. ૫રમાર્થથી બાહ્ય પદાર્થમાંથી નીકળીને કોઈ પરિણામનો પ્રવેશ પોતાના આત્મામાં થતો નથી. પરંતુ પોતાના આત્મામાં તે તે પ્રકારના વિકારોને કારણે મિત્ર, સ્વજનાદિના મુખને જોઈને વિકારી સુખ થાય છે અને આત્માનું નિર્વિકારી સુખ મોહનીયકર્મથી હણાયેલું હોવાથી અનુભવાતું નથી. માટે બુદ્ધિમાન પુરુષે સંસારઅવસ્થામાં સૂક્ષ્મ પ્રજ્ઞાપૂર્વક મોહથી તિરોધાન પામેલા નિર્વિકારી સુખને જાણવા માટે અને સ્વપરાક્રમથી પ્રગટ કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. જેનાથી અસાર એવા વિકારી સુખોમાંથી આનંદ લેવાની વૃત્તિ તિરોધાન પામે અને નિર્વિકારી સુખને અભિમુખ ચેતના સદા પ્રવૃત્ત રહે. જેથી સવિકારી સુખની લાલસાથી બંધાયેલાં પાપોના કારણે દુર્ગતિની પ્રાપ્તિ રૂપ અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. તે પ્રકારનાં અનર્થોથી આત્માનું રક્ષણ થાય. વળી, કોઈ ઇન્દ્રજાળિયો ઇન્દ્રજાળથી બાહ્ય વસ્તુ દેખાડે ત્યારે પણ બાહ્ય વસ્તુ તેવી હોતી નથી તેવું જ મિત્ર, સ્ત્રી આદિના સંગમનું સુખ છે એમ વિચારીને અનંત સુખને સન્મુખ ચિત્તને કરવું જોઈએ. જેથી અસાર સુખોના રાગથી થતી અનર્થની પરંપરાથી આત્માનું રક્ષણ થાય. આ પ્રકારે બતાવીને સંક્ષેપથી ગ્રંથકારશ્રી કહે છે કે જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ૫૨માર્થને જોનારા બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન થાય અર્થાત્ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને. પરંતુ મોહની અનાકુળ