________________
૧. અનિત્યભાવના | શ્લોક-૧
G ૧. અનિત્યભાવના
છે.
શ્લોક :वपुरवपुरिदं विदभ्रलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् ।
तदतिभिदुरयौवनाविनीतं, भवति कथं विदुषां महोदयाय ।।१।। શ્લોકાર્ચ -
મનુષ્યોનું વિદભ્રલીલાથી પરિચિત પણ અતિભંગુર એવું આ શરીર અશરીર છે જીવનું નિવાસસ્થાન એવું શરીર પણ અનિવાસસ્થાન છે. વળી, તે શરીર અતિભિદુર એવા યૌવનથી અવિનીત છે ન ભેદી શકાય એવા યૌવનને કારણે અત્યંત ઉદ્ધત છે. તેનું શરીર વિદ્વાનોને મહોદય માટે કેવી રીતે થાય ? અર્થાત્ આત્માને સુખપૂર્વક રહેવાના સ્થાનરૂપે કેવી રીતે થાય ? II૧II
ભાવાર્થ :
સંસારવર્તી મનુષ્યનું શરીર અતિભંગુર છે. ગમે ત્યારે વિનાશ પામે એવું છે. વળી, વાદળાંઓ ક્ષણભરમાં ભેગાં થાય છે અને વિનાશ પામી જાય છે. તેના જેવી લીલાથી પરિચિત પોતાનો દેહ છે અર્થાત્ હું આ દેહમાં કેટલાક કાળથી રહું છું એ રીતે પરિચિત છે, તોપણ જીવને માટે તે અવધુ છે અર્થાતુ અનિવાસસ્થાન જ છે. વસ્તુતઃ પુરુષ જેમાં વસે તે વપુ કહેવાય અને પરમાર્થથી પુરુષરૂપ આત્મા પોતાના ભાવોમાં જ સદા રહી શકે છે. આ નશ્વર દેહમાં સ્થિરતાપૂર્વક ક્યારેય રહી શકતો નથી. તેથી આ શરીર મારા માટે રહેવાનો આશ્રય છે, તેવી બુદ્ધિથી જીવો દેહનું પાલન કરે છે તે તેઓની ભ્રમાત્મક બુદ્ધિ છે; કેમ કે પરમાર્થથી આત્માને માટે સ્વસ્થતાથી રહેવાનું સ્થાન આ શરીર નથી. માટે અતિ ભંગુર એવો આ દેહ આત્મા માટે અનિવાસસ્થાનરૂપ હોવાથી “અવ૫” છે. વળી, વાદળાંની લીલાથી પોતાના નિવાસનું સ્થાન છે એ રૂપે પરિચિત એવો દેહ પણ અતિભિદુર એવા યૌવનથી અવિનીત છે, અત્યંત દુર્ભેદ્ય એવું યૌવન અવિનીત છે. આશય એ છે કે યૌવન અવસ્થાનો ઉન્માદ જીવો માટે પરિહાર કરવો અતિદુષ્કર છે તેથી તેવા યૌવનને પામીને આ શરીર જીવને માટે અનેક અનુચિત પ્રવૃત્તિ કરાવીને નાશનું કારણ બને તેવું છે, માટે વાદળાની લીલાથી પ્રાપ્ત થયેલો કિંચિત્ કાળ માટે આશ્રય થયેલો આ દેહ કેવી રીતે વિદ્વાનોના મહોદય માટે થઈ શકે અર્થાત્ હિતનું કારણ કઈ રીતે થઈ શકે. જેમ સંસારીજીવોને સુખરૂપ એવું નિવાસસ્થાન હિતનું કારણ જણાય છે, તેમ આ દેહરૂપ નિવાસસ્થાન વિદ્વાનોને સુખનું કારણ છે તે કેવી રીતે જણાય. અર્થાત્ વિદ્વાનોને તે અતિભંગુર દેહ વાસ્તવિક નિવાસસ્થાન નથી તેમ જ જણાય છે; કેમ કે જેમ જે નિવાસસ્થાન પડુ-પડુ અવસ્થામાં હોય તે નિવાસસ્થાન વિચારકને રહેવાલાયક નથી તેમ જ જણાય છે. તેમ વિદ્વાનોને આ દેહરૂપ નિવાસસ્થાન ક્યારે નાશ પામશે તેનો સતત ભય લાગે છે. તેથી તે નિવાસસ્થાનરૂપે જણાતું નથી. વળી