________________
૧૮
શાંતસુધારસ. અનુકૂળ યૌવનભાવની વૃદ્ધિ અર્થે સદા પ્રયત્ન કરવો જોઈએ. વળી, આ દેહનું યૌવન લઘુદષ્ટ નષ્ટ છે થોડી વાર દેખાય છે, વળી પછી નાશ પામવાના સ્વભાવવાળું છે. તેથી જ્યારે આ યૌવન નાશ પામશે ત્યારે દેહમાં સર્વકાર્ય કરવાની શક્તિ ક્ષીણ થયેલી હશે. તે વખતે ધર્મ કરવાની ઇચ્છા થશે તોપણ જીવ ધર્મ કરવા સમર્થ બનશે નહીં, કેમ કે સંસાર અવસ્થામાં જીવ જે કંઈ અંતરંગ ધર્મ નિષ્પન્ન કરવા યત્ન કરે છે તે પણ દેહના બળથી જ યત્ન કરી શકે છે. અને ક્ષીણ થયેલા દેહના બળવાળા જીવો દેહથી જ અસ્વસ્થ રહેવાને કારણે ધર્મમાં ઉદ્યમ કરવા માટે અસમર્થ બને છે. તેથી એ ફલિત થાય કે યૌવન ઉન્માદ કરાવીને ધર્મસાધક શક્તિનો નાશ કરે છે અને વૃદ્ધાવસ્થામાં શિથિલતાને કારણે દેહ અસમર્થ હોવાથી ધર્મ કરવા જીવ અસમર્થ બને છે. તેથી વિવેકી પુરુષે યૌવનના ઉન્માદને વિવેકપૂર્વક કાબૂમાં રાખીને ધર્મસાધક એવા યૌવનની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી પુષ્ટ થયેલા ધર્મના પરિણામો ક્ષીણ થયેલ દેહકાળમાં પણ સહજ રીતે વૃદ્ધિ પામે છે. જેથી આત્મા પોતાનું પારમાર્થિક હિત પ્રાપ્ત કરે છે. વળી, જેઓ યૌવનને પરવશ છે, તેઓ જગતમાં સર્વથા પરવશ છે અને પરવશ થઈને મનુષ્યભવનો વિનાશ કરે છે. અને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. માટે યૌવનની પરવશતાનો પરિહાર કરીને કોઈક રીતે પ્રાપ્ત થયેલી યૌવનની શક્તિને શાસ્ત્રવચનથી ભાવિત કરવામાં જે મહાત્માઓ ઉદ્યમ કરે છે તેઓનું યૌવન સફળ છે, અન્યથા યૌવનને પરવશ અનેક પાપપ્રવૃત્તિઓ કરીને તે જીવો કર્મને પરવશ જ થાય છે અને તેવા જીવો હણાયેલી બુદ્ધિવાળા છે. આથી જ યૌવનના ઉન્માદને વશ અહીં પણ=વર્તમાનના ભવમાં પણ, કેટલાક કટુક ફળો પામે છે. અર્થાત્ યૌવનને પરવશ જીવોને આ ભવમાં પણ અનુચિત્ત પ્રવૃત્તિઓ કરીને ઘણા પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સંક્લેશો પ્રાપ્ત થતા દેખાય છે. આથી જ યૌવનના ઉન્માદમાં વશ થઈને ધન અર્જનની લાલસાથી જે તે પ્રકારનાં કાર્યો કરીને કોઈક મોટા અપરાધને પ્રાપ્ત કરે છે. ત્યારે તે જીવોને આ ભવમાં ઘણા કષ્ટો પ્રાપ્ત થાય છે. માટે જીવે યૌવનના ઉન્માદનું વારંવાર ભાવન કરીને ધર્મના યૌવનની પ્રાપ્તિ થાય એ પ્રકારે સમ્યગુ ઉદ્યમ કરવો જોઈએ જેથી અસાર એવા અને અનિત્ય એવા યૌવનને પરવશ થઈને આત્માને અહિતની પરંપરાની પ્રાપ્તિ ન થાય. 13 શેક :यदपि पिण्याकतामङ्गमिदमुपगतं, भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलज्जमुज्झति मनो नागिनां, वितथमतिकुथितमन्मथविकारम् ।।मूढ० ४।। શ્લોકાર્થ :પિસ્યાકતાનેપષ્ટપણાને, પામેલું જે પણ આ અંગ ભુવનથી દુર્જય એવી જરાથી ભક્ષિત સારવાળું છે અવશ્ય જરા અવસ્થાને પ્રાપ્ત કરનારું છે, સંસારીજીવોનું ગતલજ્જાવાળું તે પણ શરીર વિતથ મતિને કારણે કુથિત એવા મન્મથના વિકારવાળા મનનો કુત્સિત એવા કામના વિકારોવાળા મનનો ત્યાગ કરતું નથી. llll