________________
૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૪-૫
ભાવાર્થ :
સંસારીજીવોનો દેહ યૌવનકાળમાં પ્રાયઃ પુષ્ટપણાને પામેલો હોય છે. તેવો પણ દેહ અવશ્ય જરા અવસ્થાને પામનાર છે. તેથી વિચારક પુરુષ હંમેશાં વિચારે છે કે વર્તમાનમાં પુષ્ટ દેખાતું શરીર પણ શાશ્વત પુષ્ટ નથી, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે શરીર જરાથી જર્જરિત થશે. તેથી દેહના વિકારોમાં ચિત્તને કાલુશ્ય કરવું ઉચિત નથી. આવું પ્રત્યક્ષથી દેખાવા છતાં જે જીવોએ ભોગોમાં જ રસનો અનુભવ કર્યો છે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે પણ કામના વિકારો ત્યાગ કરી શકતા નથી. પરંતુ નિર્લજ્જ થઈને કામોને સેવનારા જ બને છે. તેથી આત્માને માટે લજ્જાસ્પદ એવી કુત્સિત ભોગની ક્રિયાને કરવા અભિમુખ થયેલું મન કુત્સિત એવા કામના વિકારોનો ત્યાગ કરતું નથી તેનું કારણ અત્યંત કુત્સિત એવી ભોગની પ્રવૃત્તિમાં પણ સુખની મતિ વર્તે છે. વસ્તુતઃ વિચારકને માટે આત્માની અવિકારી એવી સ્વસ્થ અવસ્થા જ સુખરૂપ છે. તેના પરમાર્થને જોવામાં અસમર્થ એવું મન જ વિકારોથી વ્યાકુળ થઈને યૌવનના ઉન્માદને વશ ભોગમાં પ્રવર્તે છે. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા યૌવનની અસારતાનું ભાવન કરે છે. અને યૌવનકાળમાં વર્તતા કામના વિકારોની કુત્સિતતાનું ભાવન કરે છે. જેના બળથી અનિત્ય અને અસાર સુખથી વિમુખ થઈને નિત્ય અને પારમાર્થિક આત્માના સ્વસ્થતારૂપ સુખને અભિમુખ બને છે. અહીં મન શબ્દથી આત્માનો મતિજ્ઞાન ઉપયોગ ગ્રહણ થાય છે. અને તે મતિજ્ઞાનના ઉપયોગમાં પુદ્ગલાત્મક દ્રવ્યમન કારણ છે. તે દ્રવ્યમનથી થયેલું બોધાત્મક ભાવમન સ્વરૂપ જ આપણો આત્મા છે. અને અનાદિની મોહની વાસનાને કારણે પરમાર્થથી નિર્વિકારી પણ આપણો આત્મા વિકારી અવસ્થાને અનુભવે છે. તેથી યૌવનનો ઉન્માદ અને કામના વિકારો તેમાં પ્રગટ થાય છે. જેના નિવારણ માટે જ શાસ્ત્રના તત્ત્વનું ભાવન અતિ ઉપકારી છે અને તે ભાવન અર્થે જ મહાત્મા પ્રસ્તુત એવી અનિત્યભાવના કરે છે. જો શ્લોક -
सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति विरामम् ।
कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिन्तय निकामम् ।।मूढ० ५।। શ્લોકાર્ચ -
અનુત્તરસુરની અવધિવાળું સુખ જે અતિભેદુર છે સર્વાર્થસિદ્ધમાં વર્તતા દેવોનું જે સુખ છે તે અતિભેદુર છે તે પણ કાળથી=આયુષ્ય જીર્ણના કાળથી વિરામને પ્રાપ્ત કરે છે ત્યારે ઈતર કઈ સાંસારિક વસ્તુ સ્થિરતર છે એ પ્રમાણે અત્યંત ચિંતવન કર. III ભાવાર્થ -
સંસારનું સર્વ સુખ બાહ્ય પદાર્થોને આશ્રયીને છે અને બાહ્ય પદાર્થોને આશ્રયીને થતું સુખ અંતરંગ પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થાય છે. જે મહાત્માઓએ પ્રકૃષ્ટ સંયમ પાળ્યું છે છતાં સરાગ અવસ્થાવાળા હતા. તેથી સરાગ સંયમને કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના બળથી અનુત્તરવાસીદેવભવને પામે છે જે ભાવમાં