________________
૨૧
૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૬-૭
પરંતુ આત્માના પરમ સ્વાસ્થ્યના કારણભૂત સમભાવને કેળવવા માટે કે વીતરાગતાને પ્રગટ કરવા માટે અપ્રમાદભાવથી ઉદ્યમ કરતો નથી. આ પ્રકારના પોતાના પ્રમાદને જોઈને મહાત્મા કહે છે કે આ પ્રમાદને ધિક્કાર થાઓ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આગામીના અનંત મૃત્યુથી પોતાનું રક્ષણ કરવા અર્થે અને શાશ્વત અમર અવસ્થાની પ્રાપ્તિ અર્થે આત્માને જાગ્રત કરે છે અને વિચારે માત્ર બાહ્ય કૃત્યથી ધર્મ નિષ્પન્ન થતો નથી પરંતુ જગતના પદાર્થો સાથેના અસંગભાવને ઉલ્લસિત કરે તે પ્રકારના ઉચિત કૃત્યોથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે. સંસારના વાસ્તવિક સ્વરૂપનું પુનઃ પુનઃ અવલોકન કરીને આત્માના પારમાર્થિક સ્વરૂપનું પુનઃ પુનઃ ભાવન કરીને તેની પ્રાપ્તિ માટે યત્ન કરવાથી પારમાર્થિક ધર્મ પ્રગટ થાય છે માટે અપ્રમાદભાવથી હું તે પ્રકારે યત્ન કરું. IIglI
શ્લોક ઃ
असकृदुन्मिष्य निमिषन्ति सिन्धूर्मिवच्चेतनाचेतनाः सर्वभावाः । इन्द्रजालोपमाः स्वजनधनसङ्गमास्तेषु रज्यन्ति मूढस्वभावाः । । मूढ० ७ ।।
શ્લોકાર્થ ઃ
ચેતન અચેતન એવા સર્વ ભાવો દરિયાની ઊર્મિની જેમ વારંવાર પ્રગટ થઈને શાંત થાય છે. (તેવી) ઈન્દ્રજાળની ઉપમા જેવા સ્વજન, ધનના સંગમો છે. તેઓમાં મૂઢ સ્વભાવવાળા જીવો રાગ કરે છે. IleII
ભાવાર્થ:
દરિયામાં ઊર્મિઓ થાય છે ત્યારે ક્ષણભર પાણી ઊભરાતું દેખાય છે અને તેની તે ઊર્મિ શાંત થાય છે, વળી બીજી ઊર્મિ થાય છે અને તે ઊર્મિ પણ શાંત થાય છે; તેમ સંસારમાં દેખાતા ચેતન જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. વળી અચેતનના ભાવો પણ કોઈક સ્વરૂપે પ્રગટ થાય છે અને વિનાશ પામે છે. આ રીતે સર્વ પદાર્થો વારંવાર ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે તેથી જગતના કોઈ ભાવો સ્થિર નથી. આત્માનો શુદ્ધ સ્વભાવ આત્મામાં સદા સ્થિર છે, જ્યારે બહા૨માં દેખાતા સર્વ ભાવો સદા અસ્થિર હોવાથી ઇન્દ્રજાળની ઉપમા જેવા છે. તેથી સ્વજન, ધનનો સંગમ પણ દરેક ભવમાં નવો નવો થાય છે અને ચાલ્યો જાય છે. તેથી ઇન્દ્રજાળની ઉપમા જેવો છે. આ રીતે જગતના ભાવો અત્યંત અસ્થિર છે છતાં મૂઢ સ્વભાવવાળા જીવો તે અસ્થિર ભાવોનો વિચાર કર્યા વગર તત્કાળ દેખાતા સ્વજનના સંગ, ધનના સંગ આદિમાં ૨ાગ કરે છે. પરમાર્થથી તો આત્માના નિત્ય ગુણો જ આત્મા સાથે સદા રહેનારા છે, તેને છોડીને વિવેકી પુરુષ અસાર એવા ભાવોમાં ક્યારેય રાગ કરે નહીં. આમ છતાં અનાદિથી સેવાયેલી મૂઢતાને કા૨ણે મહાત્માઓને પણ નિમિત્ત પામીને અસાર એવા તે ભાવો સ્પર્શે છે. તેથી ઇન્દ્રજાળ તુલ્ય આ ભાવો છે, તેમ વારંવાર ભાવન કરીને પોતાનામાં વર્તતા મૂઢ સ્વભાવના અંશોને દૂર કરવા યત્ન કરવો જોઈએ. II૭II