________________
શાંતસુધારસ
તેઓના કષાયો અતિ અલ્પ છે અને જે કંઈ ભોગલાલસાના પરિણામરૂપ કષાયોના પરિણામ છે તે પણ શ્રેષ્ઠ કોટિના પુણ્યને કારણે શ્રેષ્ઠ કોટિની ભોગસામગ્રીને પામેલા છે. તેથી પાંચેય ઇન્દ્રિયોના ઉત્કૃષ્ટ સુખને તે દેવો અનુભવે છે જે સુખ સંસાર અવસ્થામાં અત્યંત રમ્ય છે, તોપણ તે સુખ શાશ્વત નથી. તેથી આયુષ્યક્ષયથી તે સુખ પણ વિરામ પામે છે. તેથી જો આવું શ્રેષ્ઠ સુખ દીર્ઘ આયુષ્યવાળા દેવોને પણ વિરામ પામતું હોય તો સંસારનું અન્ય સુખ કેવી રીતે સ્થિર થઈ શકે અર્થાત્ મનુષ્યભવમાં પ્રાપ્ત થયેલું સંસારનું સુખ અત્યંત અસ્થિર અને ક્ષણસ્થાયી છે. પ્રાયઃ જીવિત કાળમાં જ નાશ પામે તેવું છે. કદાચ જીવન સુધી ટકે તોપણ આયુષ્યક્ષયથી અવશ્ય નાશ પામે તેવું છે. આ પ્રમાણે હે આત્માનું તું અત્યંત ચિંતવન ક઼૨. જેથી ચિત્ત અનિત્ય એવા સાંસારિક સુખથી વિમુખ બને અને અનંત એવા આત્માનું સુખ પ્રાપ્ત કરવાને અભિમુખ ચિત્ત બને અને તેવું ચિત્ત બને તો જ પોતાનો આત્મા વીતરાગભાવનાથી ભાવિત થવા માટે સદા સુદૃઢ યત્ન, કરી શકે. આત્માને વીતરાગભાવનાથી ભાવિત કરવા માટે જ સર્વ ધર્માનુષ્ઠાનો છે. તેથી વીતરાગભાવનાથી ભાવિત થાય તે રીતે ધર્મઅનુષ્ઠાન સેવવાનું બળ આધાન કરવા અર્થે મહાત્મા અનિત્ય-ભાવનાનું અત્યંત ચિંતવન કરે છે. Iપા
૨૦
શ્લોક ઃ
यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः सहाकृष्महि प्रीतिवादम् ।
तान् जनान् वीक्ष्य बत भस्मभूयङ्गतान् निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् । । मूढ०६ ।। શ્લોકાર્થ :
જેઓની સાથે ક્રીડાઓ કરી અને જેઓ અત્યંત ભક્તિથી અને ઉત્તમ દ્રવ્યોથી સન્માન કરાયા. જેઓની સાથે અમે પ્રીતિવાદને કર્યું. ખેદની વાત છે કે તે જીવોને ભસ્મીભૂત થયેલા જોઈને (પણ) અમે શંકા વગરના છીએ=અમે મરવાના નથી એ પ્રકારની નિશ્ચિતતાવાળા છીએ, એ પ્રકારના પ્રમાદને ધિક્કાર થાઓ. 1191
ભાવાર્થ:
મહાત્મા પોતાના પ્રમાદભાવને દૂર કરીને આત્માના હિતના ઉદ્યમમાં અંતરંગ અપ્રમાદભાવને ઉલ્લસિત ક૨વા માટે વિચારે છે કે જેઓની સાથે પોતે ક્રીડાઓ કરી તેઓ પણ મૃત્યુ પામી ગયા. જેઓ પોતાના માટે ભક્તિપાત્ર હતા એવા માતા-પિતાદિની પોતે અત્યારસુધી ભક્તિ કરતો હતો તેઓ પણ આયુષ્ય પૂર્ણ થવાથી પોતાના દેખતાં જ મૃત્યુ પામી ગયા. વળી, જેઓની સાથે પોતે અત્યારસુધી પ્રીતિપૂર્વક વાતો કરતો હતો તેઓ પણ મૃત્યુ પામી ગયા. આ સર્વ પોતે પ્રત્યક્ષથી જુએ છે અને બુદ્ધિથી વિચારે તો તે સર્વની જેમ પોતે પણ એક દિવસ ભસ્મીભૂત થવાનો છે અર્થાત્ મૃત્યુ પામવાનો છે. આમ છતાં જાણે પોતે આ દેહમાં શાશ્વત રહેનારો ન હોય તેમ દેહની સારસંભાળ અને દેહના ઇન્દ્રિયજન્ય આનંદમાં રહેવા જ યત્ન કરે છે