________________
૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૧
૧૫ મહાત્માઓએ સંસારના ભાવોની અનિત્યતાને અત્યંત ભાવન કરી છે તેમને ચેતન એવા કોઈનાં રૂપમાં પ્રેમનો અનુબંધ થતો નથી કે અચેતન એવા કુદરતના રમ્ય ભાવોને કારણે પણ પ્રેમનો અનુબંધ થતો નથી. પરંતુ આત્મામાં શાશ્વત રહેનારા એવા રમ્ય ભાવો કે જે સિદ્ધ ભગવંતોએ પ્રાપ્ત કર્યા છે, અને તેવા ભાવોની પ્રાપ્તિ માટે મહાપરાક્રમ ફોરવતા એવા સુસાધુઓમાં વર્તતા રમ્યભાવો પ્રત્યે જ તે મહાત્માનું ચિત્ત સદા આકર્ષિત રહે છે અને તે મહાત્મા આત્માને સદા તે રીતે ભાવિત કરે છે કે આ નશ્વર બાહ્ય ભાવોનો પ્રેમનો અનુબંધ કર્મબંધ કરાવીને જીવને ચારગતિમાં કદર્થનાની પ્રાપ્તિ કરાવનાર છે. સિદ્ધ અવસ્થામાં વર્તતા આત્માના ભાવો પ્રત્યેનો પ્રેમનો અનુબંધ તત્ તુલ્ય થવામાં એક કારણ હોવાથી સંસારની વિડંબનાથી સદા આત્માનું રક્ષણ કરનાર છે. માટે હે આત્મન્ ! તું ભવના પ્રેમના અનુબંધનો ત્યાગ કર અને આત્માના પારમાર્થિક ભાવો પ્રત્યેના સ્નેહના અનુબંધને ધારણ કર. Hall
૧. અનિત્યભાવના-ગીત
શ્લોક :
मूढ ! मुह्यसि मुधा मूढ ! मुह्यसि मुधा, विभवमनुचिन्त्य हृदि सपरिवारम् ।
कुशशिरसि नीरमिव गलदनिलकम्पितं, विनय ! जानीहि जीवितमसारम् ।।मूढ० १।। શ્લોકાર્ધ :હે મૂઢ એવા આત્મા ! તું ફોકટ મોહ પામે છે. હે મૂઢ આત્મા ! તું ફોકટ મોહ પામે છે. શેમાં ફોકટ મોહ પામે છે ? તેથી કહે છે – હૃદયમાં પરિવાર સહિત વૈભવનું અનુચિંતવન કરીને ફોકટ મોહ પામે છે. કેમ ફોકટ મોહ પામે છે ? તેથી કહે છે – કુશના મસ્તક ઉપર=ઘાસના તણખલા ઉપર, રહેલ વાતા પવનથી કંપિત ગળતા પાણી જેવા જીવિતને હે વિનય ! તું અસાર જાણaહે કર્મના વિનયના અર્થી ! તું અસાર જાણ. IfIl ભાવાર્થ :
મહાત્મા પોતાના આત્માને અપ્રમાદભાવથી આત્મહિતમાં જાગ્રત કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે કે મૂઢ આત્મા તું પરિવાર સહિત પોતાના વૈભવનો વિચાર કરીને ફોકટ મોહ કરે છે અર્થાત્ વિચારે છે કે મારો સુંદર પરિવાર છે, મારી પાસે વૈભવ છે, હું સુખપૂર્વક જીવું છું ઇત્યાદિ ભાવો કરીને તે વૈભવમાં અને પરિવારમાં ફોકટ મમત્વવૃદ્ધિ કરીને તારો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. કેમ મનુષ્યભવ નિષ્ફળ કરે છે ? તેથી કહે છે – કોઈ ઘાસના તણખલા ઉપર પાણીનું બિંદુ પડેલું હોય અને વાયુથી તે પાણીનું બિંદુ કંપતું હોય ત્યારે તે પાણીનું બિંદુ ક્ષણમાં નીચે પડી જશે તેવી સ્થિતિવાળું છે કે સુકાઈ જશે તેવી સ્થિતવાળું છે.