________________
શાંતસુધારસ થયા છે તેવા સુંદર ચિત્તવાળા જીવો ! તમે મૃતથી પવિત્ર એવી બાર ભાવનાઓને ચિત્તમાં ધારણ કરો. આનાથી એ પ્રાપ્ત થાય કે આ બાર ભાવનાઓ સર્વજ્ઞના વચનાનુસાર છે. તેથી શ્રતની વાણીથી પવિત્ર થયેલી છે. અને તેવી ભાવનાઓ સમ્યગુ જાણીને જેઓ ચિત્તમાં ધારણ કરે છે તેઓના ચિત્તમાં અનાદિના મોહના પરિણામો તિરોધાનને પામે છે અને તેના કારણે સુંદર ગતિવાળી એવી સમતાની લતા તેઓના ચિત્તમાં આરોહણ પામે છે; કેમ કે આગળમાં બતાવાશે તેવી અનિત્ય, અશરણ આદિ ભાવનાઓ હૈયાને સ્પર્શે તે રીતે જેઓ ભાવન કરે છે તેઓને સંસારની અનિત્યતા જણાવાથી અનિત્ય ભાવો પ્રત્યે મમતા ઘટે છે. પોતે કર્મને પરવશ, અશરણ છે તેવું જ્ઞાન થવાથી પોતાના આત્માના રક્ષણ માટે જિનવચનનું શરણ લેવાનો દઢ ઉત્સાહ થાય છે. જેથી આત્માને સતત જિનવચનથી ભાવિત કરીને પોતાના મોહના પરિણામને તિરોહિત કરે છે એના કારણે પોતાને સારી રીતે જણાતી એવી સમતાની લતા ચિત્તમાં આરોહણ પામે છે; કેમ કે ભગવાનનું દરેક વચન વીતરાગભાવને અભિમુખ કરીને સમભાવોની જ નિષ્પત્તિ કરે છે. તે સમભાવનો પરિણામ, સદ્ગતિઓની પરંપરા દ્વારા વીતરાગતાનું કારણ થશે. જેનાથી ગહન લતાવાળા ભવરૂપી જંગલમાંથી પોતાના આત્માનો નિખાર થશે. માટે અપ્રમાદપૂર્વક આ બાર ભાવનાઓને ચિત્તમાં ધારણ કરો અને વારંવાર તેનું ભાન કરીને સ્થિર કરો એ પ્રકારનો ઉપદેશ ગ્રંથકારશ્રી આપે છે. III અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી ભાવનાઓનું ભાવિત કરે છે, તેઓના ચિતમાં સમતારૂપી લતા પ્રરોહ પામે છે. હવે, કેવા જીવોનાં ચિત્તમાં પ્રસ્તુત બાર ભાવનાનું ભાન કરવા છતાં શમરૂપી અંકુર પ્રરોહ પામી શકતો નથી તે બતાવે છે – શ્લોક -
आर्तरौद्रपरिणामपावकप्लुष्टभावुकविवेकसौष्ठवे । । मानसे विषयलोलुपात्मनां, क्च प्ररोहतितमां शमाङ्कुरः ।।५।। શ્લોકાર્ચ - વિષયલોલુપ્ત આત્માઓના આર્તરોદ્ધ પરિણામરૂપી જે અગ્નિ તેનાથી દગ્ધ થયેલા, એવા ભાવુક વિવેકરૂપી સૌષ્ઠવવાળા માનસમાં શમરૂપી અંકુરો ક્યાં પ્રરોહ પામી શકે અર્થાત પામી શકે નહીં. પિII ભાવાર્થ :
જે જીવો બાહ્ય પદાર્થોને જોઈને ભાવો કરવાની પરિણતિવાળા છે તે જીવો વિષયલોલુપ આત્માઓ છે અને તેઓ ક્વચિત્ સ્કૂલઆચારથી ધર્મનાં અનુષ્ઠાનો કરતા હોય, પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી ભાવનાઓને શબ્દ રૂપે બોલતા હોય તોપણ તેઓનું મુખ્ય માનસ બાહ્ય પદાર્થોને આશ્રયીને ભાવો કરવા માટે જ પ્રવર્તતું