________________
મંગલાચરણ | શ્લોક-પ-૬ હોય છે. તેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને તે તે પદાર્થોને અનુરૂપ રતિ-અરતિના પરિણામો સતત કરે છે. તેઓ આર્ત-રૌદ્ર પરિણામરૂપી અગ્નિથી દગ્ધ માનસવાળા છે, તેથી તેઓના ચિત્તમાં તત્ત્વનું ભાવન કરે તેવો વિવેક સૌષ્ઠવ આર્ત-રૌદ્ર પરિણામના અગ્નિથી દગ્ધ થયેલો છે. તેથી ભાવનાઓ કરવા દ્વારા કે અન્ય કોઈ ધર્મઅનુષ્ઠાન કરવા દ્વારા પણ તેઓના ચિત્તમાં શાંતરસને અનુકૂળ સમભાવ પ્રત્યે લેશ પણ રાગનો પરિણામ સ્કુરાયમાન થતો નથી. તેથી તેઓ દ્વારા વિચારાતી પ્રસ્તુત બાર ભાવનાઓથી સમતારૂપી લતાના બીજભૂત શમરૂપી અંકુરો કેવી રીતે પ્રરોહ પામી શકે અર્થાત્ ભાવનાઓના વચનના બળથી આત્મામાં જે શમરૂપી અંકુરનો પ્રાદુર્ભાવ કરવાનું પ્રયોજન છે તે તેઓ લેશ પણ કરી શકતા નથી, કેમ કે નષ્ટ વિવેકવાળા છે. આપણા અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓનું ચિત આર્ત-રૌદ્ર પરિણામરૂપ અગ્નિથી દગ્ધ છે તેઓનો ભાવુક વિવેક તાશ થયેલો હોવાથી ભાવનાની વિચારણાથી પણ શમનો અંકુરો પ્રગટ થતો નથી. તેથી હવે કેવા ચિતમાં ભાવનાઓના બળથી પ્રશમનું સુખ થઈ શકે છે? તે બતાવતાં કહે છે – શ્લોક :
यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते ।
सद्भावनासुरलता न हि तस्य दूरे, लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः ।।६।। શ્લોકાર્ચ -
જેઓનો મૃતકૃત અતિશયવાળો એવો આશય વિવેકરૂપી અમૃતની વર્ષોથી રમણીય ભાવોમાં રમવાનો આશ્રય કરે છે, તેઓને લોકોત્તર પ્રશમ સુખરૂપ ફલની પ્રસૂતિવાળી સભાવનાની સુરલતા સભાવનાઓરૂપી દેવોથી અધિષ્ઠિત લતા, દૂર નથી. III ભાવાર્થ :
જે જીવોને ભવસ્વરૂપનો યથાર્થ બોધ થયો છે, તેથી ભવના ઉચ્છેદના અર્થી થયા છે, તેઓ ભવના ઉચ્છેદના ઉપાયરૂપ ભગવાનના વચનના પરમાર્થને સતત જાણવા યત્ન કરે છે અને તેના બળથી તેઓને અતિશયવાળો એવો સુંદર આશય પ્રગટ્યો છે જે આશય વિવેકરૂપી અમૃતની વર્ષાથી રમણીય ભાવોમાં રમનારો છે અર્થાત્ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો પોતાનો આત્મા જગતના બાહ્ય પદાર્થોથી, પોતાના દેહથી ભિન્ન છે અને આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ મોથી અનાકુળ એવા જ્ઞાનસ્વરૂપ છે અને તે જ્ઞાનનું સ્વરૂપ જ આત્માને માટે હિતસ્વરૂપ છે એ પ્રકારના વિવેકરૂપી ભાવોનું સ્પષ્ટ ભાવન કરવામાં આવે તેનાથી પોતાના આત્મામાં પ્રગટ થતા નિર્લેપતાનો રમણીય ભાવ તે ભાવમાં જ રમવાનો પરિણામ થાય તેવા આશયને જેઓ સદા આશ્રય કરે છે, તેવા જીવો ભાવનાઓ કરવા બેસે ત્યારે માત્ર શબ્દરૂપે