________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ -આકાર હંમેશા નાશવંત વાતુને હોય છે. બ્રહ્મ તે નીરાકાર છે. ફક્ત આટલા જ ઉપદેશથી તમારે પૂનર્જન્મ થશે નહિ. | વેદાંતીઓ જગતને સ્વપ્ન સમાન માને છે અને ચેતનનું વિવર્ત માને છે.
ઉમા કહુ મેં, અનુભવ અપના
સત હરી ભજન, જગત સબ સપના. સપને હેય ભીખારી નૃપ, રંક નાકપતી હોય, જાગે લાભ ન હાની કહ્યું, તીખી પ્રપંચ યહ સેય.
(રામ ચરિત્ર) યદું અજ્ઞાનતે ભાતિ વિશ્વ સમસ્ત, વિનણં ચ સો યાત્મ પ્રબંધે, મને વાગતીત, વિશુદ્ધ વિમુક્ત, પર બ્રહ્મ નિત્ય તહેવાહમમિ. (વિજ્ઞાન નૌકા)
અર્થ -અજ્ઞાનતાથી જ આ સમસ્ત વિશ્વ ભાસી રહ્યું છે. ને આત્મજ્ઞાન થતાં તુરત જ તેને બાધ થઈ જાય છે. પરમાત્મા– આત્મા તે, મન વાણીથી પર છે વિશુદ્ધ છે ને મુક્ત છે, તે પરબ્રહ્મ પરમાત્મા હું જ છું.
થવ નિ નીલત્વ, યથા ન મરૂ સ્થલે; પરૂષત્વ યથા સ્થાણે, તદૃવત્ વિશ્વ ચિદાત્મનિ.
(અપરોક્ષાનુભુતી) અર્થ -જેમ આકાશમાં ભુરાપણુ દેખાય છે ને મૃગજળમાં જળ દેખાય છે અને ઝાડના હુંઠામાં પુરુષ દેખાય છે, તેમજ કેવળ એક ચૈતન્ય પર આ સમસ્ત વિશ્વ દેખાઈ રહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com