________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
२६७ અનંત જીવનને નિયમ
(રાગ-હરીગીત) પ્રિય જન જતાં, શત્રુ જતાં, જાતા બધા સબંધીએ; જાતા તુટી આ જગતના, બહુ વીધ જે જે બંધને. પ્રિય લાગતા નીજ હદયમાં, આ ધરણે જે આપણું તેને ય દિન કંઈ આવતે ને, નષ્ટતા ને પામતા. ઘન ઘટાના વૃક્ષ તે, સુકાય છે ક્ષણ વારમાં કલેલ કરતાં પંખીઓ, આ મૃત્યુથી સપડાય હાં. પુએ ખીલ્યા કરમાય છે, ને તેજ ઝાંખુ થાય છે, લાવણ્ય બગડી જાય છે ને, નિજ પ્રેમ વિકૃત થાય છે. આ નામ કીર્તિ ક્ષીણ થતી ને, ધુમ સમ મહીમા થતું આ વિશ્વને જે ઠાઠ, તે સહુ ક્ષણિક ને મીથ્યા તે. આ જે પદાર્થો જગતના, અતિ પ્રીય થઈ ખેંચી રહ્યા તે તે બધા ઠગી છેતરી, અંતે દગો દઈ નાસતા. આરામ અર્થે વસ્તુઓ આ, જે અમે ઉત્તમ ગણી, રહેશે સદાએ માનીએ, પણ જોત જોતામાં જતી. ઈચ્છા જ કરી હજુ વસ્તુની, ત્યાં વસ્તુ તે વિલાય છે તેને અમે વિશ્વાસ કરીએ, ફણમાં ડુબીએ અરે. શું આ બધું જગ આખરે, ગઈ રાત્રીનું સ્વપ્ન જ છે. કઈ એ નથી સાચું શું એમાં, હું, અમે, ને તે અરે શું આ બધુ મિથ્યા જ છે, સબંધ ને સંબંધીએ આવું બધું ત્યાં કયાં જઉં, શરણું લઉં કોનું કહે. પરિતાપથી આ હૃદય ધીકતુ, શાંતિ તે કયાંયે નહિ, હું શું કરું ને કયાં જઉં, એ ઝંખના ચાલી રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com