Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 305
________________ २१८ સંક્ષિપ્ત નિર્વાણપદ દેખાય છે. આ વિશ્વ મુજને, જાપ માળા ના સમુ, મણકે ફરે તેને ક્રમે, કહે છે તમે મૃત્યુ થયું. આ એક મણકો ફરી ગયે, બીજો ફરે ત્રીજો ફરે, મણકા બધા ફરી જાય છે, પણ સૂત્ર તે કાયમ રહે; એ દિવ્ય વ્યાપક સૂત્ર જે, આ વિશ્વમાં પ્રેવાઈ રહ્યું, મારૂં કંઈ પણ જગ વિષે, તે તેજ મારૂં છે બધું. સવું સદા હું તેજ ભાવે, તેજ મુજને નિત્ય હે, એ નામ રૂપ તે ના વિવિધ, મણકા ભલે લય પામ; મિત્ર અને શત્રુ ઉપર, આધાર હું રાખું નહિ, તેમજ વળી આ દિવ્ય દેખાવો હું અવલંબુ નહિ. મુજ શરીરના આરોગ્યની, કે વિશ્વની સંપત્તિની, દરકાર શાને રાખું છું, જ્યાં હું અને મુજ પ્રિય મણી; આ દશ્ય વસ્તુઓ વિષે, આસક્તિ મુજને જરી નહિ, આ,તે, બધા એ, સ્વરૂપના, સિદ્ધાંત હું ભૂલું નહિ એ સર્વ ને ન્યાળુ છતાં, ખેંચાઉં હું જરીએ નહિ, પિશાકની આ વિવિધતા, શેતરંજના પ્યાદા સમી મુજ પ્રેમમૂર્તિ શેથી મેં, એ સર્વમાં ન્યાળી રહ્યો, એને જ હું અવલંબુ ને, એને જ હું ચાહી રહ્યો. અદ્વૈતમાં અદ્વૈત છે ને, એ જ કેવળ સત્ય છે, મુજ એ જ છે સર્વસ્વને, મુજ એ જ છે રક્ષક બધે મુજ મિત્ર સાચે એ જ છે ને, એ જ મુજ ચેલા ગુરૂ, મુજ એ જ પિતા એ જ આત્મ જ, તંત્ર છે મુજ હતાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310