________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
જ્ઞાનીનું જીવન જ્ઞાનીનું જીવન પાણીમાં લીટા જેવું છે છતાં નથી.
રાજા ઋતુવજ, રાણી મદાલશા પોતાના પુત્ર અને બોધ આપે છે અને તે પણ પારણમાં ઝુલાવતા :શુદ્ધોદસિ બુદ્ધો સિ, સંસાર માયા પરિવજિ તે સિ; સંસાર સ્વપ્ન તજ મેહનીદ્રા, મદાલસા વાક્ય મુવાચ પુત્ર
અર્થ:- હે પુત્ર, જન્મથી જ તું આત્મારૂપે શુદ્ધ બુદ્ધ છે. માટે સંસારની માયા છેડ, સંસાર કેવળ સ્વપ્ન સમાન મિથ્યા છે. આ પ્રમાણે મદાલસા તત્વબોધ આપે છે.
જ્ઞાની કાગડાની જેમ એક જ આંખને ડોળો બંને બાજુ ફેરવે છે. હાથી સુંઘવાનું તથા હાથનું કામ કેવળ સુંઢથી જ કરે છે. સર્ષ આખેથી જોવાનું તથા સાંભળવાનું બંને કામ સાથે કરે છે. તેમજ જ્ઞાની સંસારમાં રહે પિતાની મનની સ્થિતિ બ્રહ્મમાં દ્રઢ કરે છે.
છાશમાંથી માખણ લેવી કાઢી લીધા પછી, છાશમાં ભળતું નથી પણ ઉપર જ તર્યા કરે છે. તેમજ જ્ઞાની તત્વજ્ઞાન સમજી સંસારમાં આનદી શાંત જીવન ગાળે છે.
પનિહારી માથે હેલ-બેડું હોવા છતાં, વાત કરતી જાય છે પણ બેડું પડવા દેતી નથી. તેમજ જ્ઞાની સ્વાર્થ–પરમાર્થ બંને સુધારે છે. | નાટકી પાઠ સ્ત્રીને કાઢે છે, પણ પુરૂષ છે તેમ પાલ રાખે છે તેમજ જ્ઞાની સંસારમાં રહી બ્રહ્મનિષ્ઠરૂપે આનંદથી વર્તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com