________________
સંક્ષિપ્ત નિર્વાણપદ પાંચ જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ મન, બુદ્ધિ તેનાથી, મહતતત્વ, પછી મહતત્વ માયા, ને છેવટનું સત્ય આત્મા બ્રહ્મ છે, પણ આ વાત સૂક્ષ્મ બુદ્ધિશાળી જાણી શકે છે. આત્મા જ અવિનાશી અને નિત્ય છે, તે જ આપણું ખરૂ સ્વરૂપ બ્રહ્મ છે. તે પુછયુ હતું તેને જવાબ આજ છે.
આત્મા આ પિંડમાં–આ શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. જે આ વાત સમજતું નથી તેને વારે વારે જન્મ-મરણ થાય છે. આ આત્મા હદયમાં અંગુઠા જેવડો છે તેમ શાસ્ત્ર કહે છે. ને તે સર્વને પ્રકાશક છે. આમ જે આત્મા ને પરમાત્મારૂપ જાણે છે તેને જ મોક્ષ-જન્મ મરણમાંથી મુક્ત થાય છે. આ આત્માથી પર બીજું કાંઈ જ નથી. આત્માથી જ સૂર્ય, ચંદ્ર, વિજળી પ્રકાશે છે ને તેના વડે જ આ બધું દેખાય છે.
જે શરીરના નાશ પહેલાં આ જ્ઞાન મેળવી લે તે સારું છે નહીં તે જન્મ-મરણ થયા કરે છે.
ઇન્દ્રિયોથી મન, તેનાથી બુદ્ધિ, મહત્તત્વ તેનાથી અવ્યક્ત પ્રકૃતિ અને સૌથી ચઢીયાતે આત્મા છે. આમ જે જાણે છે તેને જ મેક્ષ થાય છે. જેમ મુંજ નામના ઘાસમાંથી સળી જેમ છુટી પાડવામાં આવે છે તેમજ શરીરમાં આત્મા તદ્દન નિરાળે છે તેમ સમજે ને પરમ શાંતિ પામે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ્રશ્નોપનિષદૂ (૪) –પિપ્લાદ મુનિ પાસે મુકેશ ભાર દ્વાજ, સત્યકામ, સર્યાયણ ગાગ્ય, અશ્વલને પુત્ર કૌશલ્ય, વિદગને ભાર્ગવ ને કબંધી કાત્યાયન આવ્યા ને બ્રહ્મજ્ઞાન આપવા માંગણી કરી. તેમણે તેઓને એક વર્ષ અહિં જ રહેવા કહ્યું ને પછી પ્રશ્નો પૂછજે તેમ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com