________________
૧૧૪
સંક્ષિપ્ત નિર્વાણપદ મીઠું ગળી ગયું છે. તેમજ આ જગતમાં છેવટ બ્રહ્મ જ રહે છે. જગત દેખાય છે પણ આખર બ્રામાં જ સમાઈ જાય છે, તે બ્રા તું છો.
(૮) ગંધાર દેશમાં = કાબુલમાં. કેઈ માણસને આંખે પાટો બાંધી લઈ જઈ જંગલમાં મુકી આવે તે તે ત્યાંથી માણસ એક બીજાને પૂછી પૂછી ધીરે ધીરે વળી પાછા જંગલમાંથી પિતાના ઘરે પહોંચે છે. તેમ જ આ તારો આત્મા જ શરીરભાવ છેડી બ્રાભાવ સમજી જાય છે.
(૯) પહેલાંના જમાનાની વાત છે. જે સિપાઈઓ એક ગુનેગાર માણસને પકડી લાવ્યા હોય તે તેને પૂછે છે, ભાઈ તે ચોરી કરી છે? જવાબ-જે ના પાડે તે તેના હાથ ગરમ તેલની કડાઈમાં બંને હાથ બળવે છે. જે દાઝી જાય તે ચારી કરી છે, ને ન દાઝે તે તેને છોડી મૂકે છે.
આ પ્રમાણે ઉદ્દાલક મુનિએ પુત્ર શ્વેતકેતુને નવ દષ્ટાંત આપી સમજાવ્યું.
છેવટ નારદજી સનકુમાર પાસે આવે છે ને ઉપદેશ આપવા કહે છે. સનસ્કુમાર પ્રથમ નારદજીને કહે છે કે તમે શું જાણે છે, તે મને પ્રથમ કહે.
નારદજી-હે ભગવન ! મેં ઘણે અભ્યાસ કર્યો છે. ૪ વેદો, ઉપવેદે, ૬ શાસ, ૨૪ સ્મૃતિએ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ શાસ્ત્ર, ગણિત, નિધીશાસ, તર્કશાસ, નિતીશાસ, વેદવિદ્યા, ભુતવિધા, વ્યુત્પત્તિશાસ્ત્ર, ધનુવિદ્યા, બોતિષ, સર્વવિધા દેવવિઘા, મનુષ્યવિદ્યા, પાંચ ભુત વિદ્યા-પશુ પક્ષીની ભાષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com