________________
૨૩૦
સંક્ષિપ્ત નિર્વાણપદ વાદ ઘણા છે :- શ્રી નિભાચાર્યજી દ્વૈતાદ્વૈતવાદઃઆરંભવાદ માને છે, શ્રી વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈતવાદ પરિણામવાદ માને છે, શ્રી શંકરાચાર્યજી કેવલાદ્વૈતવાદવિવર્તવાદ માને છે, અને વસિષ્ઠ મહારાજ ને ગૌડપાદાચાર્યજી અજાતીવાદઃદષ્ટિ-સૃષ્ટિવાદ માને છે. વિવર્ત=જે હોય તેને બદલે બીજું દેખાવું તે. જેમકે બ્રહ્મને બદલે જગત દેખાવું.
દષ્ટાંતે –તસ્મિન મરુ, શક્તિકા, સ્થાણુ, સ્ફટીકાદ; જલ, રૌષ્ય, પુરુષ, સાવિત દેખાય છે. = મરૂ ભૂમિમાં જળ, છીપમાં રૂપું, ઝાડના કુંઠામાં પુરૂષ ને સ્ફટીકના શિવલીંગમાં રેસા દેખાવા. તેમજ બ્રહ્મ પર જગત વિવર્તરૂપે દેખાય છે. આવું જગત છે તે માટે સાચું નથી, અધ્યાસ છે.
કર્તાપણું કે ભાપણું, શરીર કે મનમાં છે, છતાં આત્મામાં માનવું તે અધ્યાત છે. દષ્ટાંત –બધા મનુષ્ય પિતાને “હું” કહે છે છતાં આપણે તેને “તું” કે “તે” કહેવું તે અધ્યાસ છે. શરીર કે મન ક્રિયા કરે તેને આત્મા કરે છે તેમ માનવું તે અધ્યાસ છે. દષ્ટાંત –દારૂ પીધા પછી કોઈ કહે કે હું રાજા છું, તે તે કઈ માને નહિં. તેમજ દેહ ધારી, શરીર, મન-બુદ્ધિ જીવને આત્મા કહે છે તે સાચુ નથી.
અધ્યાસના દુષ્ટતા:-હોઠ રંગવા, હાથે મેંદી મુકવી, શરીરનું નામ, આત્માનું માનવું વિગેરે. વિતર્ત પૃથ્વી રોજ ફરે છે છતાં સૂર્ય ફરે છે તેમ લાગે છે. શબ્દો બધા સાપેક્ષ ને સાથે જ ઉભા થાય છે. જે દિવસે પુત્ર જન્મે ત્યારે જ “બાપ” શબ્દ બોલાય છે તેમજ સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, ટાટું-ઉનું, સારૂં-નરસું આ બધું સાપેક્ષ છે. તેમજ જીવ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com