________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૩૫ (૨) આત્મ પદાર્થો–જગતના સ્વમ સરખા અથવા સીનેમાના
ચિત્રે જેવા દઢ માને. જગત ને તેના સર્વ પદાર્થો બન્યા નથી પણ કેવળ બ્રહ્મ પર વિવર્ત=ખાલી ભાસ માત્ર છે. મૃગજળ જેમ છીપમાં દેખાતા રૂપા જેમ. કેવળ બ્રહ્મ સિવાય કંઈ બન્યું નથી તે જ સાર છે. શાંતિઃ
જગત ઘણા નથી, પણ જો આપણે ધન જોઈએ તે જગત, અર્થશાસ્ત્ર Economic દેખાય છે. જે આપણે સ્ત્રી જોઈએ તે જગતમાં કામશાસ્ત્ર ગમશે, અને જે તમારે ભગવાન જોઈશે તે, ભગવાન, રામ, કૃષ્ણ, તીર્થકર, બુદ્ધ વિ. નજરે ચડશે ને સેવા પુજા કરતા થઈ જશે. પણુ જે મોક્ષ ગમશે તે જ્ઞાનના પુસ્તકો જેવા કે-બ્રહ્માસ્મિમાળા, વેદાંતર્ડિડિમ, આત્મબંધ, વિવેક ચૂડામણ, અપરોક્ષાનુ ભુતિ વિ. જ્ઞાનના પુસ્તકે ગમશે. “સૃષ્ટિ=જગત કંઈ વસ્તુ નથી. પણ તમે કેવા છે, તમને શું ગમે છે? તેજ પ્રમાણે તમારૂ જીવન, જગત ને તેવા જ ઈશ્વર બને છે.
(શંકરાચાર્યજી) ભાવવૃત્મા હિ ભાવત્વ, શૂન્ય વૃત્ય હિ શૂન્યતા બ્રહ્મ વૃત્મા હિ પૂર્ણત્વ, તથા પૂર્ણ વંહિ અભ્યસેતુ.
(અપનુભુતિ ૧૨૯) અર્થ :-તમારો ભાવ, જગત રૂ૫ થશે તે જગત ગમશે, પણ જે મન શૂન્યતા=શાંતિ, એકલપણુ અથવા બ્રહ્મ ઈચ્છશે તે તમે પૂર્ણ બ્રહ્મને ભાવ ધારણ કરશે. આત્મ જ્ઞાન માટે સાધન, અસંગપણ છે, અને આત્મા જ સર્વ કંઈ, છે તે ફળ છે.
સવમ ભાવ ધારણ કરવાની રીત -જે કંઈ પણ દ્રશ્ય છે તેની ઉપાધી બાદ કરો. તે જ અધિષ્ઠાનનું જ્ઞાન થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com