________________
૨૩૪
સંક્ષિપ્ત નિર્વાણપદ
ઉત્તર મીમાંસા–એક બ્રહ્મ તત્વ માને છે, તે બરાબર છે. પણ સાંખ્યશાસ્ત્ર-પ્રકૃતિ, પુરૂષ બે માને છે, ન્યાયશાસ્ત્ર૧૬ પદાર્થો માને છે, વૈશેષિક દ્રવ્ય માને છે, યોગશાસ્ત્ર-૩ પદાર્થો માને છે, પૂર્વ મીમાંસા-૨ પદાર્થો જડ અને ચેતન માને છે.
જગત કેવળ બ્રહ્મ પર વિવર્તરૂપે ભાસી રહ્યું છે તેથી ધર્મમાં, ઈતિહાસ ને કર્મકાંડને ભાગ બહુ જ મુંઝવે છે ને એક તત્વ બ્રહ્મનું જ્ઞાન થવા દેતું નથી. ગીતામાં પણ ક્ષેત્રધર્મ છે, પણ દેશ કાળને વિચાર નથી. ગીતાજી વ્યવહારિક માણસને બહુ જ ઉપયે ગી છે પણ એક તત્વવાદ સમજણવાળા માટે ઉપગી નથી. દષ્ટિ-સૃષ્ટિવાદમાં પ્રથમ જ્ઞાનનું પૃથકકરણ કરો ને પછી એકીકરણ કરે, તે જ વિવર્તવાદ સમજાશે. દષ્ટિસૃષ્ટિવાદમાં પતે જ ચાર થઈને ચોરી કરે ને પોતે જ પોલીસ થઈને પકડે છે. વળી પોતે જ ન્યાયાધિશ થઈ ન્યાય ચૂકવે છે ને જમાદાર થઈને જકડે છે–પકડે છે. આ બધું એક તત્વ જ છે. જેમાં સ્વપ્નમાં અનેક દેખાય છે પણ જાગતાં જ પિતે એક જ છે તેમ.
As the distruction of the dream is complete on awekening. So all the effects or ignorance musr vanish with the rise of wisdam. જેમ સ્વપ્નની બધી અસર જાગ્રત થતાં રહેતી નથી તેમજ તત્વજ્ઞાન=દષ્ટિ-સૃષ્ટિવાદ સમજતાં અજ્ઞાનની અસર રહેતી નથી. સંન્યાસી બધા ઘર પિતાના માની ભિક્ષા લે છે. ફક્ત ત્રણ શબ્દો યાદ રાખે :(૧) આત્મા સર્વ વ્યાપક ને બ્રહ્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com